Abtak Media Google News

સાવરકુંડલા સમાચાર

સમગ્ર વિશ્વમાં દિવાળી પર્વને લોકો ફટાકડા ફોડી ઉજવતા હોઈ છે પરંતુ સૌરાષ્ટ્રના એક ગામમાં અનોખી રીતે દિવાળીની ઉજવણી થઈ રહી છે. પ્રાચીન કાળથી લઈ આજ દિન સુધી અહીંના લોકો દિવાળીની રાત્રે ઇંગોરિયા નામના ફટાકડાથી યુદ્ધ રમતા આવે છે.  અમરેલી જિલ્લાનું  સાવરકુંડલા ગામ એ સમગ્ર વિશ્વમાં અનોખું ગામ છે . અહીથી વહેતી નાવલી નદી અન્ય બધી નદીઓ કરતા ઊંધી રીતે ચાલે છે .Ingoriya Savarkundla 4

જેથી અહીંના લોકો પણ કંઇક આવીજ રીતે અનોખા પ્રયોગો સાથે અને પ્રાચીન પરંપરા મુજબ દરેક તહેવારો ઉજવતા આવે છે . ખાસ કરીને વર્ષો વર્ષ સાવરકુંડલાના લોકો મોટી સંખ્યામાં સાવર અને કુંડલાની વચ્ચે ઇંગોરિયની લડાઈ કરે છે જેમા એક બીજા પર ઇંગોરિય ફેંકી અનોખી રમત રમે છે જેનો સાવરકુંડલાની જનતા એક અનોખો આંદન માણે છે. આ રમતને નિહાળવા આજુ બાજુના ગામો તો ખરા પરંતુ દૂર દૂર થી લોકો સાવરકુંડલા આવતા હોય છે.

 અરમાન ધાનાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.