Abtak Media Google News

60 કરોડની સંભવિત કિંમતની ક્રેનના 84 કન્ટેનરો માંથી ત્રણ કન્ટેનર વગર ડ્યુટી એ સગે વગેરે કરી લીધા બાદ જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવતા કંસાયમેન્ટ અટકાવી દેવાયું

રાજુલા પીપાવાવ અલ્ટ્રાટેક રોડ પર આવેલી સેજ સંકલિત ઇ કોમ્પલેક્ષ માં ગુજરાત બહારથી મંગાવવામાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની ક્રેનના 84 ક્ધટેનરો વગર ડ્યુટીએ સગે વગે કરવામાં આવતા હોવાની પહેરવી સામે જાગૃત નાગરિકોએ વાંધો ઉઠાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા 60 કરોડની કિંમતના આ કનસાઈનમેન્ટમાં ભરવા પાત્ર 6 કરોડથી વધુ ની  કસ્ટમ ડ્યુટી ચોરીમાં જવાબદારો કુંડળીમાં ગોળ ભાંગવાની વૈતરણમાં હોવાની બાબત ઉજાગર થતા ખળભળાટ મચી જવા પામ્યો છે

અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજુલા અલ્ટ્રાટેક રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષ માં 2017 માં ગુજરાત બહારથી ક્રેન લાવવામાં આવી હતી જોકે શરૂઆતથી જ કોભાંડ કરવા ના આશયથી અને કસ્ટમ ડ્યુટી ભરવી ન પડે તે માટે અત્યાર સુધી ક્રેન નું લોકેશન અને ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું ન હતું .અને અન્ય જગ્યાએ ક્રેન  ઉતરી હોવાનું બતાવ્યું હતું સાથે સાથે જે કંપનીના બિલ બનાવવાના હોય તેના બદલે બીજી કંપની અને બીજા સ્થળના બિલ બનાવીને ક્રેનને રાખવામાં આવી હતી.

આખરે ના 84 જેટલા ક્ધટેનરો માંથી ત્રણ ક્ધટેનરો ભરીને બહાર મોકલવાનું શરૂ કરવામાં આવતા જાગૃત નાગરિકો અને સ્થાનિક પત્રકારોએ ઘટનાની સ્થળે જઈ એ કોમ્પલેક્ષ ના જવાબદાર કસ્ટમ અધિકારીઓ અને સિક્યુરિટી ને આ અંગે પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે અમે આ વસ્તુ ની માહિતી આપવા બંધાયેલા નથી ટેલર નંબર લષ 14 ુ 1640 ને અટકાવી તેની વિગતો જોવાનો પ્રયાસ કરતા સિક્યુરિટી અધિકારીઓએ ટેલરને રવાના કરી દીધું હતું,

ઈ કોમ્પ્લેક્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજ માં થી કોઈપણ માલની આયાત અને નિકાસ કરવાની હોય તો તે માટે માર્ગદર્શન માટે એક કમિટીની રચના કરવામાં આવી છે આ બનાવ અંગે અમારા પ્રતિનિધિએ બેન્ક દ્વારા નિમાયેલ આરપી રિઝયોનલ પ્લાનર ની ટેલીફોનિક સંપર્ક કરતા બેક હસ્તક કંપની હોવાથી આ ક્ધસાઈમેન્ટ અંગે મંજૂરી લીધી છે કે કેમ? તેનો પ્રશ્ન પૂછતા ગોળ ગોળ જવાબ મળ્યો હતો… આ હાઈ પ્રોફાઈલ કૌભાંડમાં સ્થાનિક પોલીસે શરૂઆતમાં તપાસ માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આ મામલો કસ્ટમ વિભાગ ન હોય અને તેની તપાસ આગળ વધી ન હતી. રાજુલા માંથી 84 ક્ધટેનરના કંસાઇનમેન્ટ માં સંભવિત રીતે છ થી સાત કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ભરવાની થાય છે.

જો આવી રીતે કટકે કટકે ટેલરો મારફત માલ બહાર મોકલી દેવાય તો કસ્ટમ ડ્યુટી ભરવી ન પડે… અને છ થી સાત કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરી માં લાગતા વળગતાઓનો ભાગ પડી જાય .આ અંગે જાગૃત નાગરિક સી એન વ્યાસ દ્વારા તાત્કાલિક જામનગર ડી.આર.આઈ ના અધિકારીઓને ટેલીફોનિક જાણ કરી દેવાતા હાલ પૂરતું આ કંસાઇનમેન્ટ અટકી જવા પામ્યું છે. જો આ મામલે રાજકારણ અને કોર્પોરેટ જૂથનું લોબિંગ કામ ન કરે તો સરકારને છ થી સાત કરોડ રૂપિયાની કસ્ટમ ની ડ્યુટી ના રૂપમાં આવક થાય તેમ છે જાગૃત નાગરિકોએ આ કંસાયમેન્ટ  માં પૂરેપૂરી કસ્ટમડ્યુટી ભરપાઈ થાય તેવી માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.