Abtak Media Google News

પાંચ સુએઝ પમ્પીંગ સ્ટેશનના નિભાવ-રીપેરીંગ માટે 87.56 લાખ ખર્ચાશે: પીવાના પાણીના ટેન્ડર માટે 79.50 લાખ મંજુર: 15મી ઓગષ્ટની ઉજવણી મહાપાલિકાના પટાંગણમાં થશે

મહાનગરપાલિકાની સ્ટે. કમીટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેમાં 5 સુએઝ પમ્પીંગ સ્ટેશનના નિભાવ અને રીપેરીંગ માટે રૂ.87.56 લાખનો ખર્ચ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂર કરાયો છે. 32 વર્ક આસીસ્ટન્ટની મુદત 31 ડીસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કોરોનાની પરિસ્થિતીને ધ્યાને લઇ 15 ઓગષ્ટની ઉજવણી મહાનગરપાલિકાના પટાંગણમાં કરવામાં આવશે. મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી.

ચૂંટણી શાખામાં ઓફિસર ઓન સ્પેશીયલ ડયુટી તરીકે કરાર આધારિત કરાયેલી નિમણૂકની મુદત છ મહિના વધારો કરાયો હતો. આ ઉપરાંત કમિશ્નર દ્વારા વર્ક આસી.ની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઇઝથી નવી નિમણુંક આપવા કમિશ્નરની દરખાસ્ત રજૂ થઇ હતી. જેમાં 32 વર્ક આસી.ની મુદ્દત 31/12/2021સુધી વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીવીલ ઝોનના વોર્ડ નં. 5,9,13, અને 14 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામના વધારાના રૂ.15 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

શહેરના પાંચ સુએઝ પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન, મેન્ટનન્સ અને રિપેરીંગ કામના 12 મહિનાનો કોન્ટ્રાકટ આપવા માટે રૂ.87.56 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. સમર્પણ ઈએસઆરથી 10,000 લીટરના ટેન્કર મારફત પીવાનું પાણી વિતરણ કરવા માટે વાર્ષિક રૂ.79.50 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. આમ સ્ટે. કમીટીની બેઠકમાં રૂા.182.06 લાખ ખર્ચ મંજુર કર્યા હોવાનું સ્ટે. કમીટીના ચેરમેન મનીષ કટારીયાએ જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં માહિતી આપી હતી કે, કોરોના ગાઈડ લાઈનને અનુલક્ષીને 15 ઓગસ્ટની ઉજવણી મનપાની કચેરીમાં જ કરવાનો નિર્ણય કરાયો હતો.

આ નિર્ણયો પર હવે ક્રમશ: અમલવારી કરાશે. આ સ્ટે.કમીટીની બેઠકમાં અધ્યક્ષ મનીષ કટારીયા સહિત સ્ટે. કમીટીના 9 સભ્યો તેમજ મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ડે. કમિશ્નર વસ્તાણી અને આસી. કમિશ્નર ડાંગર, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.