Abtak Media Google News

એન્ટી બોડી, બાર્યોમાર્કર, એચઆર સીટી સ્કેન પરીક્ષણો કરાશે

કોવિડના પરીક્ષણો માટે પંચનાથ હોસ્પિટલની રાજકોટ આઇએનએ તથા રેડિયોલોજિસ્ટએઓ દ્વારા પસંદગી કરાઇ છે.

Advertisement

શહેરમાં વર્તમાન સમયમાં કોરોના મહામારીના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે તેવા સંજોગોમાં રાજકોટ ઇન્ડિયન મેડિકલ તથા રેડિયોલોજિસ્ટ એસોસિએશન દ્વારા પંચનાથ હોસ્પિટલ કોવિડ-૧૯ના પરીક્ષણો કરી શકે તે માટે પસંદગી કરાઇ છે.

તાજેતરમાં હોસ્પીટલમાં ત્રણ અલગ અલગ પ્રકારના કોરોના બાયોમાર્કર પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોહી દ્વારા જે તે દર્દીઓના તબીબોની મળેલી સુચના બાદ જ પરીક્ષણો કરવામાં આવે છે. જેમાં સી.બી.સી., સી.આર.પી., એસ.જી.પી.ટી.,  સ્કેન દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ દર્દીના તબીબની સૂચના અતયંક આવશ્યક છે. જેનો ભાર્જ માત્ર ‚પિયા ૧૬૦૦ નકકી કરવામાં આવેલ છે. જેનો સમય પણ સોમથી શનિ સવારે ૯થી સાંજે ૭ સુધીનો રાખવામાં આવેલ છે.

જો તબીબને ઉપરોકત બંને પ્રકારના પરીક્ષણોની જ‚રત જણાય તો તેમનો કુલ ચાર્જ ‚પિયા ૩૦૦૦ જેટલો રાખેલ છે. તેમજ ટોટલ કોવિડ-૧૯ એન્ટીબોડી પરીક્ષણમાં કવોલીટેટિવ એમ કુલ ૩ પરીક્ષણો કરવામાં આવે છે.

સિટી સ્કેન વિભાગમાં દરેક દર્દી પછી સેનીટાયઝેશન કરવામા આવે છે. સિટી સ્ક્રેન વિભાગનો દરેક સ્ટાફ પી.પી.ઇ. કિટથી સજજ રાખવામાં ઓ છે. વેઇટિંગ એરિયામાં પણ દર કલાકે સેનીટાઇઝેશન કરવામાં આવે છે. દરરોજ સિટી સ્કેન વિભાગનો સમય પૂર્ણ થઇ ગયા બાદ ફયુમીગેશન કરવામાં આવે છે.

યાદ રહે કે ઉપરોકત કોરોના બાર્યોમર્કર પરીક્ષણો માટે જે તે તબીબની અનુમતિ અત્યંત આવશ્યક છે. તબીબની પરવાનગી વગર કોઇપણ સંજોગોમાં પરિક્ષણો કરી આપવામાં નહી આવે તેવું પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઇ માંકડે જણાવ્યુ છે.

રાજકોટ રેડિયોલોજિસ્ટ એસોસિએશનના પ્રમુખ ડો. પરેશ પાધરા, માનદ મંત્રી ડો. દુષ્યંત ગોડલીયા, કોષાધ્યક્ષ ડો. કાર્તિક ગોહેલ, સંક્રિય સભ્ય ડો. ચિરાગ ધોડાસરા અને ડો. આત્મન કથીરિયા, સિનિયર રેડિયોલોજિસ્ટ ડો. મલય ઢેબરે ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા સાથે પરામર્શ કરીને કોવિડ-૧૯ના દર્દીઓને જેમ બને તેમ ઝડપથી સચોટ પરીક્ષણો મળી શકે તે માટે પંચનાથ હોસ્પિટલની પસંદગી કરી છે.

વર્તમાન કોરોના મહામારીની ગંભીર સમસ્યા વચ્ચે દર્દીઓને નજીવા દરે સચોટ પરીક્ષણો થકી જે તે તબીબો શ્રેષ્ઠ નિદાન કરી શકે તેવી ભાવના કે સદભાવના દાખવનાર પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી તનસુખભાઇ ઓઝા, ટ્રસ્ટી ઓ ડી.વી. મહેતા, મયુરભાઇ શાહ, વસંતભાઇ જસાણી, મહેન્ન્સિંહ ગોહેલ, નીરજભાઇ નીતિનભાઇ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ડો. ત્રિવેદી મનુભાઇ પટેલ જેવા નામાંકિત આગેવાનો વિશ્ર્વના દરેક કોરોના દર્દીઓ શ્રેષ્ઠ સારવાર મેળવીને ઝડપથી પુન:સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી દેવાધિદેવ મહાદેવને હૃદય પૂર્વકની મનોમન પ્રાર્થના કરી રહ્યા છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે સતત કાર્યરત પંકજભાઇ ચગ (૯૮૭૯૫ ૭૦૮૭૮) તથા ધૃતિબેન ધડૂક (હોસ્પિટલ પર)નો  અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઇન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫/ ૦૨૮૧-૨૨૨૩૪૯ તથા સિટી સ્કેનની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે રમીઝભાઇ જીવરાતી (૯૦૩૩૯ ૪૯૪૮૩) ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.