Abtak Media Google News

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપા સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરી પર દેખરેખ માટેની રાજય કક્ષાની તકેદારી સમિતિની રચના કરવામાં આવેલ છે, જેમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની ચેરમેન પદે નિમણુંક કરવામાં આવી છે.

Advertisement

ત્યારે સમિતિના સભ્યપદે સર્વે રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, બચુભાઈ ખાબડ, યોગેશભાઈ સહિતનાની નિયુકિત જાહેર કરવામાં આવેલ છે. ત્યારે જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરી પર દેખરેખ માટેની રાજય કક્ષાની તકેદારી સમિતિમાં રાજકોટ જિલ્લા પંચાયતના ભુપતભાઈ બોદરની વરણી કરવામાં આવી છે.

રાજયકક્ષાની તકેદારી સમિતિમાં નિમણુંક મળતા શુભેચ્છકો, સમર્થકો તરફથી આવકારી અભિનંદન વર્ષા થઈ રહી છે.ત્યારે જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરી પર દેખરેખ માટેની રાજય કક્ષાની તકેદારી સમિતિનો મુખ્ય ઉદેશ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનને અધિકૃત સતાધિકારી તરફથી ફાળવવામાં આવેલી ચીજ વસ્તુઓનો જથ્થો સમયસર અને પૂરેપૂરો ઉપાડે તેમજ તેનું સમયસર અને યોગ્ય રીતે નિયત પ્રમાણમાં વિતરણ કરે તે જોવાનું રહે છે.

સમિતિનાંસ ભ્યોપં. દીનદયાળ ગ્રાહક ભંડારની ગુજરાત રાજયના પુરવઠા નિગમના ગોડાઉનની અવારનવાર મુલાકાત લેવાની તેમજ પીડીએસ ક્ધટ્રોલ ઓર્ડર ૨૦૧૨માં દર્શાવ્યા મુજબ રાજય સરકાર હેઠળ અધિકારીઓ કામગીરી કરે છે કે કેમ? તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરી સુધારવા સમિતિ યોગ્ય સુચનો કરવા, જેવી કામગીરીઓ તકેદારી સમિતિના કાર્યક્ષેત્રમાં આવે છે.

ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે પોતાને મળેલ આ નવી જવાબદારી બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓનો આભાર વ્યકત કરતા જણાવેલ કે મારા દાયિત્વને સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારીથી નિભાવી અને મળેલ આપદને યથાર્થ કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.