Abtak Media Google News

મહિલા અને બાળ વિકાસ વિભાગ અને મહાપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે પૂર્ણા કિશોરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે પૂર્ણા કિશોરી જાગૃતિ કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો.

Advertisement

આ ક્રાયક્રમમાં મહિલા અને શિશુ કલ્યાણ વિભાગનાં ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ડી.ડી.ઓ. દેવ ચૌધરી, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર અને એસીપી સાયબર ક્રાઈમ વિશાલ રબારી તેમજ સાયબર ક્રાઈમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ચેરમેનએ જણાવ્યું હતું કે, “ન હારે તે નારી” જેવા અભિગમ સાથે આજના સમયમાં સ્વરક્ષણ ખૂબ જરૂરી છે સેલ્ફ ડીફેન્સ જેવા અગત્યના મુસદ્દાઓ આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે. જેમાં કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની અગત્યતા અને તેની જરૂરિયાતની માહિતી ડેમો સહીત પૂરી પાડવામાં આવેલ.

મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણ અને આત્મસન્માન સાથે કઈ રીતે ટકવું અને આ ટકવા માતે જરૂરી એવી તમામ સગવડો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

સાયબર ક્રાઈમનાં એસીપીએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ માટે જાગૃતિ આવે અને સોશિયલ મીડિયા કે જેનો ઉપયોગ અને દુરૂપયોગ એક સિક્કાની બે બાજુની જેમ જોડાયેલા છે. આ મુદ્દાની આવરી લેવા માટે સાઈબર ક્રાઈમની માહિતી તેમજ તેની કાયદાકીય પ્રક્રિયાની જાણકારી ખૂબ જ સરળ રીતે આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં આવા સાઈબર ક્રાઈમ દ્વારા થતા નુકશાનની માહીતી તેમજ જો આવી ઘટના કોઈ કિશોરી સાથે બને તો કયા પ્રકારના પગલા લઈ શકાય તેની માહિતી પણ આપી હતી.

આ કાર્યક્રમમાં કિશોરીઓ માટે સ્થળ પર જ લોહીની તપાસ એચ.બી. ટેસ્ટની સગવડો ઉપસ્થિત કરવામાં આવેલ જેમાં 130 કિશોરીઓનો એચ.બી. ટેસ્ટ કરવામાં આવેલ હતી. સ્થળ પર હાજર કુલ 200 કિશોરીઓએ આ તમામ માર્ગદર્શન લીધેલ હતું. સ્વસ્થતા-સ્વચ્છતા-સ્વબચાવ-શ્રેષ્ઠ ખોરાક જેવા અગત્યના મુદાઓને આવરી અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.