Abtak Media Google News

ભારતે જીએસએમએ ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને વૈશ્વિક ઓળખ મળી છે. જીએસએમ  એસોસિએશન (જીએસએમએ)એ ટેલિકોમ નીતિ અને નિયમનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અમલમાં મૂકવા બદલ ભારતને ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ2023એનાયત કર્યો છે.

ભારતના પુરસ્કાર પ્રાપ્ત કરવાના પ્રસંગે,સંદેશાવ્યવહાર,ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી અને રેલ્વે મંત્રી   અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જીએસએમએ એવોર્ડ્સ પીએમ  નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલા ટેલિકોમ સુધારાની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. આપણે બધાએ સુધારાની અસર જોઈ છે. આરઓડબલ્યું પરવાનગીઓ જે 230 દિવસ કરતાં વધુ સમય લેતી હતી, હવે 8 દિવસમાં મંજૂરી મળે છે.85%થી વધુ મોબાઈલ ટાવર ક્લિયરન્સ હવે તાત્કાલિક છે.387 જિલ્લાઓમાં લગભગ 1 લાખ સાઇટ્સ સાથે,ભારતનું 5જી રોલ-આઉટ વિશ્વમાં સૌથી ઝડપી છે. ભારતીય ટેલિકોમ સેક્ટર સનરાઈઝ સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર વિશ્વએ આ ઉદયની નોંધ લીધી છે.

જીએસએમએ જે ટેલિકોમ ઇકોસિસ્ટમમાં 750થી વધુ મોબાઇલ ઓપરેટર્સ અને 400 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે,દર વર્ષે એક દેશને ઓળખે છે.27 ફેબ્રુઆરી, 2023ના રોજ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બાર્સેલોના ખાતે યોજાયેલા સમારોહમાં ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

પીએમ  નરેન્દ્ર મોદીના’ડિજિટલ ઈન્ડિયા’ના વિઝનને અનુસરીને,સરકારે સપ્ટેમ્બર2021માં માળખાકીય અને પ્રક્રિયાગત સુધારા લાવ્યાં. ત્યારપછી,લાયસન્સિંગ સુધારા, પીએમ ગતિ શક્તિ સંચાર પોર્ટલની રચના,રાઈટ ઑફ વે (આરઆડબલ્યું),સ્પેક્ટ્રમ સુધારા,સેટેલાઇટ સુધારા વગેરેને સુવ્યવસ્થિત કરવા જેવી અનેક પહેલો હાથ ધરવામાં આવી..

જીએસએમએ દ્વારા પ્રકાશિત ભારત પરની પોલિસી સ્પોટલાઇટ આ સાથે જોડાયેલ છે.

ગ્રૂપ સ્પેશિયલાઇઝ્ડ મોબાઇલ એસોસિએશન (GSMA)  એ  વિશ્વભરના મોબાઇલ ઓપરેટર્સ અને વ્યાપક મોબાઇલ ઉદ્યોગના હિતોનું પ્રતિનિધિત્વ કરતું એક સંગઠન છે. GSMA વૈશ્વિક ટેલિકોમ્યુનિકેશન ઇકોસિસ્ટમમાં 750 મોબાઇલ ઓપરેટર્સ અને 400 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

દર વર્ષે તે એવી સરકારને GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ આપે છે જેણે મોબાઇલ કનેક્ટિવિટીમાં સકારાત્મક પરિણામો લાવવા માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ ડિજિટલ પોલિસી અને ટેલિકોમ રેગ્યુલેશનનો અમલ કર્યો છે. તે ટેલિકોમ સેક્ટરનો સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કાર છે, અને આ એવા 750 મોબાઈલ ઓપરેટરો અને 400 કંપનીઓના ભાવિ રોકાણ લેન્ડસ્કેપ નક્કી કરે છે જે GSMA નો એક ભાગ છે.

GSMA એવોર્ડ વડાપ્રધાન   નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવામાં આવેલા ટેલિકોમ સુધારાની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. પહેલા RoW પરવાનગીમાં 230 દિવસથી વધુ સમય લાગતો હતો, હવે તે 8 દિવસમાં મંજૂર થાય છે. 85% થી વધુ મોબાઈલ ટાવર ક્લિયરન્સ હવે તાત્કાલિક છે. 387 જિલ્લાઓમાં લગભગ 1 લાખ સાઇટ્સ સાથે, ભારતનું 5જીરોલ-આઉટ વિશ્વમાં સૌથી ઝડપી છે. ઈન્ડિયન ટેલિકોમ સેક્ટર સનરાઈઝ સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર વિશ્વએ આ વૃદ્ધિની નોંધ લીધી છે. આ એવોર્ડ એ તમામ સુધારાઓનું સાક્ષી છે જે ભારતે છેલ્લા 8 વર્ષમાં જોયેલ છે.

ટેલિકોમ ક્ષેત્રોમાં વિવિધ સુધારાના પરિણામે :  ટેલિકોમ હવે  સનરાઈઝ સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે 5જીસ્પેક્ટ્રમની હરાજીમાં રૂ. 1,50,173 કરોડ પ્રાપ્ત થયા ભારત 5જી રોલ-આઉટમાં વિશ્વ કરતાં આગળ છે – વોલ સ્ટ્રીટ જર્નલમાં એરિક્સનના જીઈઓ

પીએમ ગતિ શક્તિ સંચાર પોર્ટલ – છજ્ઞઠ પરવાનગીનો સમય જુલાઈ 2021 માં 235 દિવસથી ઘટાડીને ફેબ્રુઆરી 2023 માં 8 દિવસ કરવામાં આવ્યો મોબાઇલ ટાવર ક્લિયરન્સ માટે તમામ ડીઓટી પરવાનગીઓ ઑટોમેટેડ છે. 85% થી વધુ પરવાનગીઓ તાત્કાલિક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.