Abtak Media Google News

પેટના દુ:ખાવાને હળવાશમાં ન લેશો ઘણીવાર દુ:ખાવો કેન્સરની ગાંઠને કારણે પણ થતો હોય છે: ડો.પ્રતાપસિંહ ડોડીયા

આજની લાઈફ સ્ટાઈલ અને વધતા જંક ફૂડના ચલણને કારણે પેટના દુ:ખાવાનું પ્રમાણ વધ્યું: ખોરાક્ધી નિયમિતતાની સાથે પૂરતો આરામ પણ જરૂરી છે: ડો. પ્રતાપસિંહ ડોડીયા

હાલની પ્રવર્તમાન સ્થિતિમાં લોકો કોરોનાના કહેર વચ્ચે જીવી રહ્યા છે. અથવા તો એવું પણ કહી શકાય કે કોરોનાના ભયના ઓથા હેઠળ લોકો જીવી રહ્યા છે. નાનામાં નાની બિમારીમાં લોકોને એક જ સવાલ સતાવતો હોય છે કે, મને કોરોના તો નથી ને? જેના કારણે હાલ લોકો હોસ્પિટલ જવામાં પણ ભય અનુભવતા હોય છે. જેથી નાનામાં નાની બિમારીઓ કે જે આગળ જતા મોટુ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે જેને ડામવું પછી અઘરૂ બની જાય છે.

સામાન્યત: જયારે આપણને કોઈપણ જાતનો દુ:ખાવો થાય તો સાધારણ પેઈન કિલર લઈ લેતા હોઈએ છીએ જેનાથી અમુક સમય માટે રાહત પણ મળી જતી હોય છે. ઉપરાંત આપણે દુ:ખાવો માથાનો હોય કે પેટનો હોય અથવા તો કળતર હોય તે સૌને એકસમાન દુ:ખાવો ગણી આપણે એક સમાન પેઈન કીલર લઈ લેતા હોઈએ છીએ દુ:ખાવો કેવો છે? શા માટે થાય છે ? થવા પાછળનું કારણ શું ? આ તમામ બાબતની આપણે કયારેય નોંધ લેતા નથી જે આગળ જતા વધુ પિડાદાયી બનતુ હોય છે. ખાસ તો આવી બેદરકારી આપણે પેટના દુ:ખાવામાં બતાવતા હોઈએ છીએ પેટમાં દુ:ખાવો થાય તો આપણે પોતે જ ડોકટર બનીને જતા હોઈ અથવા તો કંઈક હલકી ગુણવતાનો ખોરાક લીધો હશે અથવા ભારે ખોરાકના કારણે અપચો થવાથી આ દુ:ખાવો થતા હશે તેવું ધારીને કોઈ સાધારણ સોડા પીને આશા રાખતા હોઈએ છીએ કે, દુ:ખાવો મટી જશે. પરંતુ આપણે કયારેય એવો તો પ્રયત્ન નથી કરતા કે, ખરેખર આ દુ:ખાવો થવા પાછળ કર્યું કારણ જવાબદાર છે.

ઉપરોકત તમામ મુદે જીનેસીસ હોસ્પિટલના પેટના રોગના નિષ્ણાંત અને લેપ્રોસ્ક્રોપીડ સર્જન ડો. પ્રતાપસિંહ ડોડીયાએ ‘અબતક’ની વિશેષ રજૂઆત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ભાગ લઈને વિગતવાર ચર્ચા કરી હતી તેમણે પેટના રોગોના પ્રકાર, પીડાની માત્રા, લક્ષણો તેમજ સારવાર અંગેની વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

પ્રશ્ન: પેટના દુખાવા એ કેવા કેવા પ્રકારના હોય છે

જવાબ: પેટના દુ:ખાવા ઘણી બધી જાતના હોય છે. સૌ પ્રથમ આપણી લાઈફ સ્ટાઈલ અને જીવન શૈલી પ્રમાણે જોઈએ તો પેટનો દુ:ખાવાનો મેઈન કારણ એસીડીટી હોય છે. બરાબર આપણુ જમવાનું આપણી લાઈફસ્ટાઈલ અત્યારે જે પ્રમાણે રહેતા હોય છે. એના કારણે આપણી એસીડીટીના પ્રોબ્લમ બહુ વધારે હોય છે. આ સિવાય બીજુ કારણ એ છે કે લોકોનું જીવન અત્યારે લોકોની જીવન શૈલી બેઠાળુ થઈ ગયું છે. બેઠાળા જીવનના કારણે કોન્સ્ટપેશન કબજીયાત આપણે સાદી ભાષામાં કહીએ છીએ તો તેના પ્રોબ્લમ ઘણા બધા હોય છે. તો તેના કારણે પેટના દુ:ખાવા થઈ શકે છે. ખાધા પછી મજાનો આવે પેટ ભારે થઈ જવું દેશીભાષામાં કહીએ તો આફરો ચડે છે. એવું કહીએ એટલે આ બધા પ્રોબ્લમ પણ થતા હોય છે. આવા કારણોસર પેટના દુ:ખાવા થતા હોય છે.

પ્રશ્ન: કોરોના મહામારીમાં સર ડોડીયા સાહેબ આપણે જેનેશીસ કોવીડ હોસ્પિટલ રન કરી રહ્યા છો તો કોવીડ ભોગે જે સમસ્યાઓ છે તો કયાંય સર્જરીની જયારે વાત આવે છે ત્યારે આ સંદર્ભની મુશ્કેલી લોકોની વચ્ચે હોય છે કે હવે શું કરવું તો આ બાબતે દર્શકોને માહિતી આપશો

જવાબ: જે સામાન્ય દર્દીઓ હોય છે એમા ઓપરેશન કરવું ને કોરોના પોઝીટીવ દર્દીઓ હોયં છે. એમાં ઓપરેશન કરવું એમાં ઘણો ફર્ક હોય છે. કોરોના પોઝીટીવ દર્દીનાં ઓપરેશનમાં ઓપરેશન કરનાર ડોકટરને મેકસીમમ જોખમ હોય છે. કોરોના થવાનો તમે જયારે પણ ઓપરેશન કરો દુરબીનથી કરો અથવા ચેકો મૂકિને કરો તો ઓપરેશન દરમ્યાન એરરેટ જનરેટ થાય છે. જેથી કરી વાયરસ હવામા મુવ થતા હોય છે. ને મોટા ભાગનાં ઓપરેશન થીયટર કેવા હોય છે. કે એકદમ કલોઝ કેસ આમ ખૂલ્લામાં નથી હોતા મોડિટલ ઓપરેશન થિયેટર એકદમ કલોજ કેસ હોય છે. ખૂલ્લામાં નથી હોતા તેમાં ઓપરેશન કરનાર ડોકટરને કોરોના થવાની શકયતા મેકસીમમ હોય છે. એટલે અત્યારે એ થોડુક મુશ્કેલી ભર્યું છે. એટલે કોરોના દર્દીનું ઓપરેશન કરવું થોડુ જટીલ હોય છે.

પ્રશ્ન: કોમન પ્રશ્ન હોય કે ઘણા બધા દુ;ખાવાની અંદર માણસ પોતે મેડિકલ સ્ટોરમાંથી મેડિસીન લઈ લેતા હોય છે. તો પેટના દુ:ખાવાની અંદર પણ સ્ટોરમાંથી કે ઘરગથ્થુક ઉપાય કર્તા હોય તો આ કેટલુ જોખમી છે.

જવાબ: ઘણા લોકો જાતે ઘરે થી દવા લેતા હોય છે. પણ મારે જસ્ટ ખાલી મારે તમને એટલુ કહેવું છે કે તમને શેના કારણથી પેટમાં દુ:ખાવો થાય છે. એ આપણે જાણવું જોઈએ જયાં સુધી તમે નિદાન ના કરો ત્યાં સુધી, રોગનું કારણ તો ખબર હોય ત્યાં સુધી તમે કારણ વગર દવા ન લેવી આવી બધી વસ્તુ કયારેય જાતે મેડિસીન લઈ લઈએ એ બહુ જોખમી છે. અને કયારેય એ બહુ મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે.સામાન્ય રોગ હોય ને તમે સમયસર ડોકટરનો સંપર્ક ના કરો ને જાતે મેડિસીન ટ્રાય કરો ત્યારે તમે એવા સમય કે એવા જોખમો માં મૂકાય જાય કે ત્યાંથી તમને રિકવરી કરવી મુશ્કેલ થાય છે. મારી એવી સલાહ છે કે તમને નાની મોટી બિમારી હોય તો ડોકટરની સલાહ લઈ દવા લેવી જાતે દવા ન લેવી.

પ્રશ્ન: ખોરાકને કારણે માણસોને ઘણીબધી વાર પેટના દુ:ખાવા થતા હોય છે. સામાન્ય એપેનડિસ હોય જે આંતરી પેટના અંગો છે શરીરના તેનો દુ:ખાવો ને પેટનો દુ:ખાવો કઈ રીતે જુદા પડે છે.

જવાબ: આપણે આપણી લાઈફ સ્ટાઈલ મે પહેલા કિધુ કે આપણી લાઈફ સ્ટાઈલ મોટાભાગે જંકફૂડ ખાવુ ને બેઠાળુ જીવન થઈ ગયું છે. ને આ જીવનમાં કોઈ પણ વસ્તુ ખાવુ તે ડાયજેસ્ટ થતી નથી એટલે આપણે આપણી લાઈફ સ્ટાઈલ પ્રમાણે ખોરાક લેવો જોઈએહાલ તમે જોવો તો ૪૫/૫૦ની ઉંમરનોકોને પેટનો દુ:ખાવો હોય જ છે, કબજીયાત રહેવું, ગેસ થાવો ખાટા ઓટકાર આવવા આ બધી વસ્તુ કોમન થઈ ગઈ છે. એટલે એ માટે આપણે આપણી ડાઈટ સાથે રિલેટેડ છે. આપણો ખોરાકની તમારી જીવન શૈલી કેવી છે તે જરૂરી છે.

પ્રશ્ન: કેવા દુ:ખાવામાં તાત્કાલીક ટ્રિટમેન્ટ લેવી જોઈએ.

જવાબ: જેમ કે કોઈ દર્દી કહે છે કે સાહેબ મને હોજરીમાં અતીશય દુ:ખાવો થાય છે. ને દુખાવો પાછળ કમરમાં પણ દુખ;વો થાય છે. આવા કેસીસમાં લોકો એવું કહેતા હોય છે કે મને એસિડીટી થાય છે. પણ એવું નથી હોતુ કારણ કે એસિડિટી કર્તા પણ હોજરીમાં સોજો આવે તો પણ આવો દુ:ખાવો થતો હોય છે. બીજો દુ:ખાવો જયારે તમને દ:ખાવો અસહ્ય થાયને સાથે ઉલ્ટી થવી તાવ આવો તો આવા દુ:ખાવાને સીરીયસલી લેવો જોઈએ ને ડોકટરની મુલાકાત લેવી જોઈએ.

પ્રશ્ન: સામાન્ય સંજોગોમાં દુ:ખાવો થતો હોય ત્યારેતબીબ છે સામાન્ય પહેલા સામાન્ય તપાસ કરી ને દવા લખી દેતા હોય છે ત્યાર બાદ પણ જો સારૂ ન થાય તો કેવા કેવા સાધનોથી પેટના દુ:ખાવાની સારવાર થઈ શકે છે.

જવાબ: અત્યારે પેટમાં દુખાવા માટે પ્રારંભીક સારવાર માટે આપણે દવા લઈએ ને આની સાથે સાથે લોહીના રિપોર્ટ, યુરીન ટેસ્ટ, સોનોગ્રાફી, યુરીન ટેસ્ટમાં જયારે એવું લાગે ત્યારે જરૂર પડે તો એન્ડોસ્કોપીની જરૂર પડે છે.

પ્રશ્ન: સામાન્ય પેટનો દુ:ખાવોને ગાંઠનો દુ:ખાવોમાં કયાં કયાં અંતર હોય છે ને પેટમાં ગાંઠનું નિર્માણ કેવી રીતે થાય

જવાબ: ગાંઠની વાત કરી એમાં એવું હોય કે શરૂઆતના સ્ટેજમાં દુ:ખાવો નથી હોતો પછી બીજા સ્ટેજમાં આવીએ ને નિદાન કરીયે ત્યાં સારવાર કરીએ પણ ત્યારે મોડુ થઈ ગયું હોય છે કે સારવાર કરવી જટીલ હોય છે.તમને પેટમાં કોઈપણ જાતનો દુ:ખાવો હોય તો એને અવગણ્યા વગર ડોકટરનો સંપર્ક કરવો અને એનું નિરાકરણ કરવું કયારેય કોઈ નાની વસ્તુને નાની વસ્તુ નઈ ગણવાની કારણ કયારેક આ મોટુ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. અને ગાંઠની તમે વાત કરીતો શરૂઆતનાં સ્ટેજમાં પેટની ગાંઠનું નિદાન થાય તો તેની સારવાર બહુ સારી રીતથી કરી શકીએ દર્દીનું આયુષ્ય પણ આપણે વધારી શકીએ.

પ્રશ્ન: જે લોકો થોડો થોડો દુ:ખાવો રહેતો હોય છે તો આ લોકોને જે કાયમી દુ:ખાવો રહેતો હોય તો કયા કારણ હોઈ શકે

જવાબ: જો કાયમી દુ:ખાવા પાછળ એસીડીટીનો દુ:ખાવામાં અત્યારે મોટાભાગે એસીડીટી હોય શકે છે. તે સામાન્ય જોવા મળે છે. આના સિવાય તમને કબજીયાત કે પેટ સાફ ન થવું તો પણ આપણને કાયમી દુ:ખાવા રહેતા હોય છે.

પ્રશ્ન: બહુ તિખુ ખાતા હોય તો એસિડીટી વધી જતી હોય છે.

જવાબ: અત્યારે સ્પાઈસી, ઓઈલી ફૂડ ખાવાથી તમને એસીડીક, પ્રોબ્લેમ થતો હોય છે. તેમાં તમે મેંદાનો લોટ, ચણાનો લોટ, ભજીયા, પકોડા આ રૂટીન ગુજરાતી લોકો માટે આ બધી કેવોરીટ વાનગી હોય છે. અમુક એજ પછી મારી સલાહ આપું છું કે આ બધી વસ્તુ ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ ને બને તો તિખુ તળેલી વસ્તુ આપણે માપ સર ખાવું કારણ કે તીખુ, તળેલુ વધારે ખાવાથી એસિડીટીના પ્રોબ્લમ વધારે થતા હોય છે.

આંખ, કાન, નાક, ગળુ તેવી રીતે પેટ છે એ સૌથી મહત્વનું અંગ છે. ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે ને એવી માન્યતા આપણે પાળી લઈએ છીએ કે પેટમાં દુખેને તરત જ સોડા પી લઈએ આ બાબતે જરાક પ્રકાશ પાડો.

જવાબ: ડોકટરની ભાષામાં પેટ એટલે મેજીક બોમ કેવાય પેટમાં કોઈ રોગ હોય તો બહારથી તેને ડાઈગ્નોસ્કોપ કરવું થોડૂ અધરૂ હોય છે. એના માટે આપણે રિપોર્ટસ, સોનોગ્રાફી કરાવતા હોઈએ છે તો મારે જે ગેરમાન્યતા છે કે સોડા પીવાથી પેટમાં મટી જાય તો હું એવું માનું છું કે એવું ના કરવું જોઈએ અમારા માટે પણ અમુક વખતે આ નિદાન કરવું થોડુ અધરૂ થતું હોય છે. એટલે મારી સલાહ એવી છે કે તમે એટલીસ્ટ રિપોર્ટ કરાવી લ્યો એવું નો કરવું હોય તો ડોકટરની સલાહ લઈ મેડિસીન લઈ લ્યો ઘરગથ્થુ ઉપાય કયારેય આપણા માટે જોખમી હોય છે.

પ્રશ્ન: ઘણા એવા ઈન્ફ્રેકશન હોય છે તેના કારણે પેટનો દુ:ખાવો થતો હોય છે.

જવાબ: પેટના દુ:ખાવા માટે જેમ મે વાત કરી તેમ ઘણા બધા કારણો હોય છે. મોટાભાગે એસિડિટી કે એસેડિક પ્રોબ્લેમ હોય છે. સોજો આવે તો પણ થઈ શકે છે. કમળામાં પણ પેટના દુ:ખાવા થઈ શકે છે. બીજા બધા કારણોમાં કિડની માં સ્ટોન હોય એપેડિસનો દુ:ખાવો છે. સ્ઓમાં કયારેક અંડાશયની ગાંઠો છે આમ ઘણા બધા કારણો હોય છે. પેટના દુ:ખાવા માટે જવાબદાર છે.

પ્રશ્ન:- ડોકટર સાહેબ તમે તમારા આ તબીબી ક્ષેત્રેની અંદર યાત્રાની અંદર ઘણા બધા એવા જોખમી ઓપરેશન કર્યા હશે તો એના વિશે દર્શકોને માહીતી આપશો.

જવાબ:- હું તમને એક વાત કહીશ કે એક વાંકાનેરના દર્દી હતા એમનું મે ઓપરેશન કરેલું બોવ જ મોટી ગાંઠ હતી. બવ જટીલ ગાંઠ હતી અને એમનું ઓપરેશન બોય ગંભીર હતુ ને બચવાની શકયતા બોવ ઓછી હતી ને પણ ઓપરેશન સફળ રહ્યું તે દર્દીને સારૂ થઇ ગયું ને રજા લઇને ઘરે ગયા છે પેટની જે ગાંઠો હોય મોટી ગાંઠો એટલે જરુરી નથી કે ગાંઠોનો દર વખતે દુ:ખાવો થાય કયારેક પેટનો દુખાવો થતો હોય ને કયારેક પેટનો દુખાવો ન પણ થતો હોય ઘણીવાર એવું છે કે દર્દીને ૧૦ સેન્ટીમીટર, ૧ર સેન્ટીમીટર ની ગાંઠ હોય છતાં પણ દર્દીને કોઇ કમ્પેઇન નથી હોતી આવા પણ દર્દીઓ જોવા મળતા હોય કે જેમને દુખાવો નથી થતો હોતો ને છતાંય એના પેટમાં મોટી ગાંઠો હોય છે.

પ્રશ્ન:- કોઇનો એવો પણ પ્રશ્ન હોય કે જયારે રાત્રે સુવુ ને રાત્રે મઘ્ય રાતે ૧૨ થી ૨.૩૦ ની આસપાસ સહિત દુખવુ ને મને પોતાનો એવું લાગે કે ગેસ ચડે છે. એવું કાલને સવારે વહેલા ઉઠીને પણ આ સમસ્યા જોવા મળે છે. તો આને ખોરાકને કયા સમસ્યા છે ને કેમ આવું બને

જવાબ:- તમે જે વાત કરો એ અમારી ભાષામાં રીકલેસીસ કહેતા હોય છે. આ બધુ નું કારણ એવું હોય છે કે કયાંક જમવા ના ટાઇમીંગ ન ખોરાક કયારેક લઉ છું કદાચ તમે સવારે નાસ્તો કરો બપોરે જમી લ્યો તો કોઇ બે ટાઇમ જમવામાં વધારે સમયના લેવો જોઇએે જેમ કે રાત્રે સાત વાગ્યે જમી લ્યો ને સવારે ૮ વાગે નાસ્તો કરો તો તમારું પેટ દસ થી બાર કલાક ખાલી રહેતું હોય છે. જે આવું ના કરવું જોઇએ. ટાઇમસર જમતા રહો તો આ બધા પ્રોબ્લેમ ઓછા થતા હોયછે. ખોરાકની અનિયમિતતા ના કારણે આ સમસ્યા જોવા મળતી હોય છે. નિયમીત ખોરાક લેવાથી ટાઇમસર ખોરાક લેવાથી આ બધા પ્રોબ્લેમ દુર થતાં હોય છે.

પ્રશ્ન:- મેડીકલ સાયન્સને ડોડીયાસાહેબની વાત આપણે માનીયે તો ઘણી બધી મુશ્કેલી ઓછી થતી હોય છે. તો દુખાવામાં આપણને રાહત મળતી હોય છે. આપણે આવડી લાઇફ સ્ટાઇલ આપણે ખુદે જ એવી કરી નાખી છે કે ખાવામાં આપણે અનિયમિત હોય છે કે સુવામાં મોડુ હોય છે ને આ લાઇફ સ્ટાઇલને આપણે જ બગાડી છે એને કારણે પણ ઘણી બધી સમસ્યા આપણે શરીરમાં આવતી હોય છે. સૌથી મહત્વનો પાઠ છે. આપણી હોજરી જે પેટની વાત છે પાચનતંત્રની વાત છે તો ઘણી બધી મોટી સમસ્યા આવતી હોય છે. હોજરીની અંદર ચાંદુ પડે શું કામ પડે પછી મટે કે ન મટે

જવાબ:- હોજરીમાં ચાંદુ પડવા માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે જેમ કે  બોવ સ્પાઇસી, તીખુ, તળેલું ખોરાક ખાવો બોવ સ્મોકિંગ કરવું કાયમી દવા લેવાથી પણ ચાંદુ પડતું હોય છે. શરૂઆતમાં ચાંદુ પડતું હોય છે ને જો ચાંદુ પડયા પછી તમે સમયસર સારવાર ન લો ત્યારે હોજરીમાં પંચર થઇ શકે છે જે બહુ જીવલેણ હોય શકે છે. જે બહુ ગંભીર  વસ્તુ છે ચાંદુ ન પડે એના માટે આપણે ઘણી વસ્તુનુ ઘ્યાન રાખવું જોઇએ તેના માટે લોકો દવા જેમ કે હાથ પગ સાંધાના દુ:ખાવા માટે દવા લેતા હોય છે. બે બે ત્રણ ત્રણ ટાઇમ તો એ બધી વસ્તુના કરવી જોઇએ સ્મોકીંગ ખરાબ વસ્તુ છે. સિગારેટ, સ્મોકિંગ ના કારણે હોજરીમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એ આપણે અવોઇડ કરવું જોઇએ કોલ્ડીંગને બધુ અવોઇડ કરવું જોઇએ એના કારરણે પણ હોજરીમાં ચાંદા પડતા હોય છે તેનું ઘ્યાન રાખવું જોઇએ.

પ્રશ્ન:- કોઇ માણસને ડાયરીંયા, ઉલટીનો પ્રોમ્લેમ હોય તો તેને કયા પ્રકારનો હળવો ખોરાક લેવો જોઇએ.

જવાબ:- જેમ કે પેટના દુખાવા હોય પેટમાં ઇન્ફ્રેકશન થયું હોય પેટના આંતરડામાં ચેપ લાગ્યો એ સમયમાં હલકો ખોરાક એટલે છાશ અને દહીંએ આપવા માટે બેસ્ટ કહેવાય આંતરડા માટે સારામાં સારી વસ્તુ કોઇ હોય અમૃત હોય તો તે છાશ અને દહીં છે એવી રીતના હળવો ખોરાક લેવો જોઇએ જેમ કે ખીચડી, કઢી, દાળ, ભાત તેવો હળવો ખોરાક જેમ કે રોટલા, મેંદો છે તળેલું ન લેવું જોઇએ.

પ્રશ્ન:- કબજીયાત હોવાના કારણે

જવાબ:- કબજીયાત કોમનલી બધામાં જોવા મળતું હોય છે. પાચન નથી થતું પેલા ના સમયમાં બધા કામ કરતા અત્યારે બેઠાળુ જીવન થઇ ગયું છે. ને બધા જંકફુડ વધારે લે છે એના કારણોસર કબજીયાત થાય છે ને કબજીયાત ન થાય તે માટે હળવો ખોરાક લેવો, એકસસાઇઝ કરવી એ બધુ કરવાથી રાહત થઇ શકે છે પોતાની જાતે દવા ન લેવી મેડીસીન થી પેટ સાફ થઇ જાતુ હોય છે પણ તેની રાહત પડી જાય છે જે લાંબા ગાળે આપણા આંતરડાને નુકશાન કરે છે.

પ્રશ્ન:- ટિપ્સ

જવાબ:- ખાસ સુવાની બાબતે તમે કઇ રીતે સુવો છો એ લવ મહત્વનું છે ખાસ સુતા હોય ત્યારે તેવી ટેવ રાખો કે ઓશીકુ રાખો એટલે એસીડીટી ની સમસ્યા ઓછી થાય ને બીજું કે ખોરાક લીધા પછી તાત્કાલીક નહી સુઇ જવાનું જમીને આ બધાનું ઘ્યાન રાખવું તો ઘણા બધા રોગોથી આપણે બચી શકશું.

પ્રશ્ન:- શરીરના બીજા દુખાવા માને પેટના દુખાવાને સિધો સંબંધ હોવો જોઇએ.

જવાબ:- પેટના દુખામાં ઉપરથી શરુઆત કરો તો હોજરીને તેમાં અલસર થવું તેમાં ચાંદા પડવા તેના કારણે થઇ શકે બીજી સ્વાદુપિંડનો દુખાવો હોય છે તેનું ઘ્યાન રાખવું તેના કારણે દુખાવો વધે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.