Abtak Media Google News

રૂ.૨૨.૨૦ કરોડની અપસેટ પ્રાઈઝ સામે રૂ.૫૬.૨૦ લાખમાં દુકાનનું વેચાણ: ૨૪ દુકાનના વેચાણથી રૂ.૬.૭૨ કરોડની આવક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ આવાસ યોજના ૧૦૯ દુકાનોના વેચાણ માટે જાહેર હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે મવડીમાં ભારતનગર વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે આવેલી ટાઉનશીપમાં ૨૪ દુકાન અને ૨ હોલના વેચાણ માટે જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

જેમાં દુકાન અપસેટ પ્રાઈઝ કરતા અઢી ગણા ભાવે વેચાઈ હતી. જોકે ૨ હોલ ઉંચા ભાવના કારણે ખપ્યા ન હતા.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આજે મવડી વિસ્તારમાં ટાઉનશીપમાં આવેલી ૨૪ દુકાન અને ૨ હોલના વેચાણ માટે હાથ ધરવામાં આવેલી જાહેર હરાજીમાં કુલ ૧૮૨ આસામીઓએ ભાગ લીધો હતો. જેમાં રૂ.૨૨.૨૦ લાખની અપસેટ પ્રાઈઝ સામે એક દુકાનની હાઈએસ્ટ કિંમત રૂ.૫૬.૨૦ લાખ ઉપજયા હતા. બે હોલના ભાવ અનુક્રમે ૮૦ લાખ અને ૮૬ લાખ હોવાના કારણે આ હોલના ખરીદદાર મળ્યા ન હતા. કુલ ૨૪ દુકાનની જાહેર હરાજીથી મહાપાલિકાને રૂ.૬.૭૨ કરોડની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.