Abtak Media Google News

 પાલિકાના રાજકારણમાં સત્તા પક્ષમાં આંતરીક જુથવાદનો ‘લબકારો’ ત્રણના રાજીનામા

સેલવાસ નગરપાલિકામા અઢી વર્ષની નવી ટર્મ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટેની  નિમણુંક કરવા ચૂંટણી કરવામા આવી હતી આ ચૂંટણીમા પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે કલેકટર ભાનુપ્રભાની નિયુક્તિ કરવામા આવી હતી જેઓ દ્વારા પાલિકાના સભ્યોના સમર્થન દ્વારા આપવમા આવેલ પ્રમુખ અને ઉપ પ્રમુખના દાવેદાર ઉમેદવારના ફોર્મની ચકાસણી કર્યા બાદ પ્રમુખ તરીકે શ્રીમતી રજની શેટ્ટી અને ઉપપ્રમુખ તરીકે કિશનસિંહ પરમારની નિમણુંક કરવામા આવી હતી.આ બન્નેને કલેકટર દ્વારા પ્રમાણપત્ર આપી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નિયુક્ત કરવામા આવ્યા હતા.સાથે બન્નેને શુભકામના આપવામા આવી હતી.માજી પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ અને માજી ઉપપ્રમુખ અજયભાઇ દેસાઈએ નવા પ્રમુખ ઉપપ્રમુખને શુભકામના આપી હતી સાથે ભાજપા પદાધિકારીઓ અને સમર્થકોએ પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

પાલિકામા નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાદ નારાજગી દર્શાવતા બે પાલિકા સભ્ય અને એક માજી પાલિકા સભ્યએ ભાજપા પાર્ટીમા ભાજપા મંડળ પ્રમુખ હિતેશ પટેલ,જીલ્લા અનુસૂચિત જનજાતિ મોરચા પ્રમુખ મનોજ દયાત અને જીલ્લા અનુસૂચિત જનજાતિ મોરચા ઉપપ્રમુખ નિલેશ માહ્યાવંશીએ રાજીનામુ આપી દીધુ છે જેઓનુ જણાવવાનુ છે જે પાલિકામા 15સભ્યમાથી 6સભ્ય એસસી એસટી હોવા છતાપણ એમાથી એકને પણ પ્રમુખ અથવા ઉપપ્રમુખના પદ માટે પસંદગી ના કરવામા આવી અને બીજુ એ કે આ બન્ને પદ માટે મહિલા અનામત સીટ હતી તો અચાનક કયા કારણસર ઉપપ્રમુખ તરીકે પુરુષની પસંદગી કરવામા આવી છે.ભાજપા પ્રદેશ પ્રમુખને  પોતાના પદ પરથી ત્રણ આગેવાનોએ રાજીનામા આપી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.