Abtak Media Google News

સરપંચ કૃતિકાબેને પણ લોકોના ફોર્મ ભરી જરૂરી માર્ગદર્શન આપ્યું

સેલવાસ. સામરવરણી પંચાયતમા આજે મામલતદારનો કેમ્પ લાગ્યો. ગ્રામીણો અને વિદ્યાર્થીઓ કેમ્પના લાભ લીધો. સવારે 10 થી બપોરના ડોઢ વાગ્યે સુધી ચાલેલ કેમ્પમાં લોકોને ડોમિસાઇલ, ઇનકમ સર્ટિફિકેટ જેવા ઘણાં કામો કરવામાં આવ્યો. મામલતદાર પોતે સવારે કેમ્પમાં આવી તલાટિયોને સમયસર અને અપનત્વપૂર્વક સેવા આપવા કહ્યું હતું. સામરવરણી સરપંચ કૃતિકાબેન અજયભાઈ બારાતે પણ કેમ્પમાં ઉપસ્થિત રહી લોકોને જરૂરી માર્ગદર્શન આપતા અને હાથથી ફોર્મ ભરતા નજરે ચઢ્યા હતા. સેક્રેટરી નિર્મલાબેન પણ લોકોને આવશ્યક સેવા અને માર્ગદર્શન આપતા દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે 6 જૂનથી 7 જુલાઈ સુધી દાનહના વિવિધ પંચાયતોમાં મામલતદાર કેમ્પ ચાલશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.