Abtak Media Google News

દાનહ ભારત, વિલય-પત્ર પર સહી કરનાર જમુનીબેન વરઠાનો સન્માન કરી 11,000 રૂ. ચેક અર્પણ

સેલવાસ.સાંસદ કલાબેન ડેલકરે ’ દાનહ-ભારત વિલય-પત્ર’ પર સહી કરનાર એકમાત્ર હયાત શખ્સિયત જમુનીબેન વરઠાનો આશીર્વાદ તેમના જન્મદિવસે લીધા  કલાબેન ડેલકરે બપોરે 2 વાગે સિલી હરદુલપાડા સ્થિત જમુની વરઠાનાં ઘરે પહોંચી તેમનો સન્માન કરી આશીર્વાદ મેળવ્યો હતો.

Img 20220822 Wa0000

જમુનીબેને 11 આગસ્ટ 1961 નાં રોજ દાનહ-ભારત વિલય-પત્ર પર દાનહની મહિલાઓ વતી સહી કરી હતી. દાનહનાં વરિષ્ઠ પત્રકાર સંજય સિંહે પખવાડિયા પહેલા જમુનીબેન વરઠાનો શોધીને લોકોનાં નજરમાં લાયો હતો. આ રહસ્યોદઘાટન બાદ પ્રશાસક પ્રફુલ પટેલે 15 આગસ્ટે જમુનીબેન વરઠાના ઘરે જઈ તેમનો સન્માન કર્યો હતો.

આજે સાંસદ કલાબેન ડેલકરે જમુનીબેન ઘરે જઈ તેમનો સન્માન કરી રૂ. 11,000 નો ચેક આપ્યો.કલાબેન ડેલકરે જમુનીબેનને ગુજારા ખર્ચ તરીકે દર મહીને રૂ. 5000 મો સહાય અપવાનો વાયદો કર્યો હતો. 95 વર્ષીય જમુનીબેન પોતાની દિકરી અને તેના પરિવાર સાથે રહે છે. જમુનીબેનનાં પરિવારજનોએ સાંસદ કલાબેનથી પાકા ઘર અને સરકારી નૌકરીની આપવાની વિનંતી કરી હતી. કલાબેન સાથે પુત્ર અભિનવ ડેલકર અને એસએમસીનાં પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ જિગીશા પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.