Abtak Media Google News

આઈસીયુના પેશન્ટની ન્યુટ્રીશનની જરૂરીયાત અને ઉપયોગીતાને લઈ એબેટ કંપની દ્વારા લીકવીડ ન્યુટ્રીશન તૈયાર કરાયુ એક વર્ષથી ગોકુલ હોસ્પિટલમાં તેનો ઉપયોગ

ગોકુલ હોસ્પિટલ દ્વારા તેમના મેડીકલ ઓફિસર, નર્સિગ સ્ટાફ તથા એડમીન સ્ટાફ માટે રેગ્યુલર સમયાંતરે તેમના કાર્યક્ષેત્રને અનુરૂપ લેકચર તથા તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં ગોકુલ હોસ્પિટલના ડાયરેકટર અને સીનીયર ક્ધસલ્ટન્ટ ઈન્ટેન્સીવીસ્ટ ડો.તેજસ મોતીવરસ દ્વારા આઈસીયુના પેશન્ટની ન્યુટ્રીશનની જરૂરીયાત અને ઉપયોગીતા અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement

અત્યારે દરેક જગ્યાએ આઈસીયુના દર્દી માટે ઘરેથી કિચન ફીડ તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે સુપ, મગનું પાણી, ભાત અથવા શાકભાજી ક્રશ કરી દર્દીને આપવામાં આવે છે. આ પ્રકારની તૈયારી ઘરમાં જ કરવામાં આવતી હોવાથી સાવચેતી રાખવા છતાં બેકટેરીયાનું પ્રમાણ તેમાં હોય છે. આ ઉપરાંત આ પ્રકારનો ફૂડનો તરત જ ઉપયોગ કરવો પડે છે. ફૂડ વાપરવામાં જેટલુ મોડુ થાય અથવા સમય જાય તેટલું દર્દી માટે હાનિકારક થતું હોય છે. ઘરે તૈયાર કરવામાં આવતા ફૂડમાં કેલેરી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ જાણી શકાતું નથી.

ભારતમાં સૌપ્રથમવાર એબટ કંપની આ માટેલી લીકવીડ ન્યુટ્રીશન તૈયાર કરવામાં આવેલ, જેમાં પ્રોટીન, કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ આઈસીયુ પેશન્ટની જરૂરીયાત મુજબ હોય છે. અત્યંત આધુનિક પધ્ધતિથી આ ન્યુટ્રીશન નેધરલેન્ડમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત અત્યંત આધુનિક પધ્ધતિથી બનાવામાં આવતું હોવાથી બેકટેરીયાનું પ્રમાણ જોવા મળતું નથી. આ પ્રોડકટ પેશન્ટની ન્યુટ્રીશનની જરૂરીયાત મુજબ વાપરી શકાય છે. દર્દીને જરૂરીયાત મુજબ ન્યુટ્રીશન મળવાથી ઓછા સમયમાં આઈસીયુની બહાર આવી જાય છે અને રીકવરી ઝડપથી થાય છે. ડો.તેજસ મોતીવરસ દ્વારા ગોકુલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં કાર્યરત તમામ નર્સીંગ સ્ટાફ/મેડીકલ ઓફિસર માટે આ અંગેની સુંદર માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.અંબરીશ ઝાલા, શૈલેષ રાઠોડ, જયેશ કોકિયા, નિર્મલા સહારે, વિશાલ કડીવાર, નીલેશ કોદાવલા, મયુરી સાવલીયા અને સંધ્યા સીબુએ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.