Abtak Media Google News

જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાી મધ્યમ ઝાપટાની સંભાવના, સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ રહેશે: રવિવારી વાતાવરણ સંપૂર્ણપર્ણે ચોખ્ખુ થઈ જશે

છેલ્લા એક પખવાડિયાથી સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એક સમયે મેઘરાજાને મહેર કરવા હાથ જોડીને વિનવી રહેલા સૌરાષ્ટ્રવાસીઓ છેલ્લા ઘણા દિવસી મેઘરાજાને વિરામ લેવા આજીજી કરી રહ્યાં છે. આજે સવારી સૌરાષ્ટ્રમાં ધુપછાંવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે પણ એકાદ બે જિલ્લાને બાદ કરતા આંસીક મેઘવિરામ જેવો માહોલ રહેતા જગતાતે હાશકારો અનુભવ્યો હતો. આજે જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાી મધ્યમ ઝાપટાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રવિવારી વાતાવરણ સંપૂર્ણપર્ણે ચોખ્ખુ ઈ જાય તેવી શકયતા છે.

Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છ પર સાયકલોનિક સર્ક્યુલેશન છે પણ તે તેનાી વરસાદ પડે તેવી કોઈ જ શકયતા નથી. આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ કરીને જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાી મધ્યમ ઝાપટાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી રવિવારથી વાતાવરણ સંપૂર્ણપર્ણે કલીયર થઈ જશે.ગઈકાલે ગુરૂવારે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ધ્રોલ, ગીર-સોમના અને બોટાદ જિલ્લામાં મેઘ વિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૧ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં ૨ ઈંચ, કુતિયાણા અને પોરબંદરમાં ૧॥ ઈંચ, વંલીમાં ૧॥ સાવરકુંડલામાં ૧॥ ઈંચ મહુવામાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૧ જિલ્લાના ૯૩ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં ૪॥ જેટલો પડયો છે.

આજ સુધીમાં ગુજરાતનો મોસમનો ૧૧૯.૨૦ ટકા વરસાદ વરસી ગયો છે.

સૌથી વધુ વરસાદ કચ્છમાં ૧૪૨.૧૮ ટકા જેટલો પડયો છે. ઉત્તર ગુજરાતમાં ૯૩.૦૫ ટકા, પૂર્વ મધ્યમ ગુજરાતમાં ૧૦૭.૯૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૦.૭૦ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૨૯.૮૪ ટકા જેટલો વરસાદ પડયો છે. આજે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. અન્યત્ર મેઘ વિરામ જેવો માહોલ રહેશે. રવિવાર સુધીમાં મોટાભાગની સીસ્ટમો પસાર થઈ જશે અને વાતાવરણ એકદમ ચોખ્ખુ થઈ જશે. છેલ્લા એક પખવાડિયાી સતત અનરાધાર વરસાદ પડી રહ્યો હોય હવે જગતાત પણ મેઘરાજાને ખમૈયા કરવા માટે વિનવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બે દિવસી આંશીક મેઘવિરામ રહેતા ખેડૂતો સો લોકો અને સરકારી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

દાહોદમાં ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદી જળબંબાકાર

સંજેલીમાં પણ ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ, કડાણામાં ૧॥ મોરવાહડફમાં ૧॥ ઈંચ, સીંઘવડ, ગરબાડા અને જાલોદમાં ૧ ઈંચ વરસાદ

આજે સવારે દાહોદમાં બે કલાકમાં સુપડાધારે ચાર ઈંચ વરસાદી સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી. વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આજે સવારી રાજ્યના ૪૫ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના ગીર સોમના અને જૂનાગઢ જિલ્લામાં સામાન્ય ઝાપટા પડયાના અહેવાલો મળી રહ્યાં છે. દાહોદમાં સવારે ૬ થી લઈ ૮ વાગ્યા સુધીના ૨ કલાકના સમયગાળામાં ચાર ઈંચી વધુ વરસાદ વરસી ગો હતો. જેના કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. નિચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘરમાં વરસાદની પાણી ઘુસી જતાં ભારે મુસીબત સર્જાઈ હતી. આ લખાય રહ્યું છે ત્યારે પણ દાહોદમાં અનરાધાર વરસાદ ચાલુ છે. દાહોદ જિલ્લાનં સંજેલીમાં ૨ ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, પંચમહાલના મોરવાહડફમાં સવા ઈંચ, દાહોદના સીંગવડ, ગરબાડા, જાલોદ અને આહવામાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વાસંદા, વલસાડ, વઘઈ, ગરૂડેશ્ર્વર, સહેરા, દેવગઢ બારૈયા, મહુધા, સંતરામપુર, કુકરમુડા, ધરમપુર, કલતેશ્ર્વર, લુણાવાડા, ખેરગામ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સવારી ક્યાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે સૂર્ય નારાયણે દર્શન દીધા છે. ગીર સોમના અને જૂનાગઢ જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.