Abtak Media Google News

ભારતીય શેરબજારમાં આજે કડાકા સાથે શરૂઆત થઈ છે. શરૂઆતી બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ટૂટીને 35,370ની સપાટીએ ખૂલ્યો હતો. જ્યારે ડોલર સામે રૂપિયામાં પણ સતત ચોથા દિવસે પણ ઘટાડો થયો હતો. આજે ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક નીચી સપાટીએ ખુલ્યો હતો. આજે એક ડોલરની ભારતીય કિંમત રૂ. 73.70 થઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો થવાથી રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. આ સિવાય ઈમરજિંગ ઈકોનોમી સામે રહેલા પડકારોના કારણે પણ ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. અન્ય કરન્સીની સામે પણ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળી રહી છે. ડોલરમાં આવી રહેલી મજબૂતીના કારણે રોકાણકારો રોકાણથી અંતર રાખી રહ્યા છે.

વેચવાલીના દબાણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર અંદાજે 5 ટકા ઘટ્યો હતો. ટીસીએસ અને હીરો મોટોકોર્પમાં 3 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. હિન્દુસ્તાન યૂનિલીવર, એડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો છે.સેન્સેક્સમાં સામેલ 30માંથી 28 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. મોટાભાગના સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશનામા સામેલ થયા છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈ મોનીટરી પોલિસી સમીક્ષા પહેલાં રોકાણકારો એલર્ટ થયા છે. કેન્દ્રીય બેન્ક શુક્રવારે વ્યાજદરની જાહેરાત કરી શકે છે. માનવામાં આવે છે કે, રેપો ર્ટમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.