Abtak Media Google News

સગર્ભા માતાએ સલામત પ્રસુતિ સો કોરોનાને મ્હાત આપી બાળકીને જન્મ પણ આપ્યો

૫પ જેટલી કોરોના પોઝિટિવ સગર્ભાઓને પરિવારજનની માફક હુંફ આપી સફળ સારવાર અપાઇ

હાલ વૈશ્વીક કોરોનાના સંક્રમણ કાળમાં જયારે સામાન્ય લોકોને પણ સંક્રમણ તાં ખાસ સારવારની જરૂર પડે છે ત્યારે કોઇ સગર્ભા મહિલાને કોરોના પોઝીટીવ આવે ત્યારે તે બાબત ગંભીર બની જાય છે. હાલના કોરોના સંક્રમણના કપરા સમયમાં રાજયનું સમગ્ર વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગના ડોકટર્સ, નર્સ, સફાઇ કર્મીઓ સહિત સૌ કોઇ કોરોનાને હરાવવા ભગરી પ્રયાસો કરી રહયા છે. ત્યારે આવા અત્યંત સંવેદનશીલ કિસ્સામાં રાજકોટ સ્તિ કોવી૯-૧૯ હોસ્પિટલમાં કાર્યરત સમર્પિત તબીબો અને કર્મચારીગણ દ્વારા વિશેષ કાળજી સો માતા અને બાળક બન્નેના સ્વાસ્યની તકેદારી રાખી તેઓને ફરી સામાન્ય બનાવવામાં સફળ રહયા છે. તે બાબત કોરોના સામેની લડાઇમાં પ્રેરણાસ્પદ બની રહે છે.

વાત છે રાજકોટ સ્થિત સિવિલ હેાસ્પીટલ ખાતે આવેલ કોવીડ-૧૯ હોસ્પિટલમાં પુરા માસની સગર્ભા કોરોના પોઝીટીવ મહિલા હેતલબેન હરજીભાઇ મુંધવાની કે જેઓએ કોરોનાને મહાત આપી છે એટલું જ નહીં પણ એક તંદુરસ્ત બાળકીને પણ જન્મ આપ્યો છે.

રાજકોટના ગોરધન ચોક પાસે ખોડીયાર નગર ખાતે રહેતા કોરોના પોઝીટીવ હેતલબેનને સફળ સામાન્ય પ્રસૃતિ કરાવનાર અને તેમને કોરોનાની સારવારમાં ખડેપગે તૈનાત કોરોના વોરીયર્સ એવા કોવીડ -૧૯ હોસ્પિટલમાં કાર્યરત ડો. મીનલબેનના જણાવ્યા મુજબ, સગર્ભા હેતલબેનને છેલ્લા બે દિવસી સામાન્ય કફની તકલીફ હતી પરંતુ તપાસ કરાવતા તેઓ કોરોના પોઝીટીવ હોવાનું જણાતા તેઓને ખાસ કોવી૯-૧૯ હોસ્પીટલમાં તા. ૨૭મી ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. એક સગર્ભા મહિલા હોવાી માતા અને ગર્ભસ્થ શીશુની સારવાર એક પડકાર બની રહયો હતો. તેઓની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન જ હેતલબેને પ્રસુતિની પીડા શરૂ થતાં તાત્કાલીક તેઓની પ્રસૃતિ કરાવવામાં આવી હતી. જેમાં હેતલબને ૨.૬ કિ.ગ્રા. વજનના તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. હાલ હેતલબેન અને બાળકીની કોરોનાને લગતી સારવાર ચાલુ છે. હેતલબેન સ્વસ્થ થઇ ચુકયા છે. બાળકીને પણ નેગેટીવ રીપોર્ટ આવતા માતા અને બાળકને તુરતમાં જ ડીસ્ચાર્જ કરવામાં આવશે. આમ સર્ગભા માતા અને નવજાત બાળકીએ કોરોનાને મહાત આપી એ બાબત સૌ કોઇ માટે ઉત્સાહ અને પ્રેરણાસ્પદ રહી છે.

હેતલબેનને અને નવજાત બાળકીને ખાસ કાળજીપૂર્વકની સારવાર આપનાર કોવીડ-૧૯ના હોસ્પિટલના ડોકટર્સ અને તમામ સ્ટાફ માટે આભારની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે, અહીં તેઓની વિશેષ કાળજી લેવામાં આવી હતી.

કોરોના પોઝીટીવ હોવા છતાં તેમને માનસીક હિંમત આપવા સો આત્મીયતાસભર સારવાર આપી તેમને તા તેમની નવજાત બાળકીને નવજીવન બક્ષ્યું છે. અહીંનો તમામ સ્ટાફ એટલો માનવતાસભર અને આત્મીયજનની માફક લાગણીી સતત દેખરેખ રાખે છે કે પરીવારની ખોટ પણ સાલતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.