સેવાસેતુ કાર્યક્રમમાં ૨૩૫૩૬ પૈકી ૨૩૧૪૬ અરજીઓનો નિકાલ

JAIMAN UPADHYA |SEVASETU
JAIMAN UPADHYA |SEVASETU

મેયર ડો. જૈમન ઉપાધ્યાય તેમજ સ્ટે. કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે મળેલ વિવિધલક્ષી રજુઆતોનો સ્ળ ઉપર જ ઉકેલ લાવી શકાય તેવા શુભ હેતુી રાજય સરકાર દ્વ્રારા સેવાસેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ શહેરના વોર્ડ વાઈઝ સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કરેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં સેવાસેતુના કાર્યક્રમો પૂર્ણ કરેલ. આ સેવાસેતુ કાર્યક્રમોમાં લોકોએ રાજ્ય સરકારની યોજનાઓ તેમજ કોર્પોરેશનને લગત જુદા-જુદા કામો માટે બહોળી સંખ્યામાં લાભ લીધેલ છે અને તમામ પ્રશ્નોનો સંતોષકારક નિકાલ યેલ છે. તમામ વોર્ડમાં સેવાસેતુના કાર્યક્રમો દરમ્યાન જુદા-જુદા કામો માટે કુલ ૨૩૫૩૬ અરજીઓ આવેલ તેમાંથી ૨૩૧૪૬ અરજીઓનો હકારાત્મક નિકાલ તથા શહેરના નગરજનોને ખુબ જ રાહત યેલ છે. સેવાસેતુ કાર્યક્રમી રાજકોટ મહાનગરપાલિકાને લગત જુદા જુદા પ્રશ્નો મિલકત નામફેર, શોપ રજીસ્ટ્રેશન, વોટર ડ્રેનેજ કનેક્શન, જન્મ મરણ પ્રમાણપત્ર, ફૂડ લાઇસન્સ, ટાઉન પ્લાનીંગ પાર્ટ પ્લાનની નકલ, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આધારકાર્ડ, સ્ટ્રીટ વેન્ડર કાર્ડ, રીવોલ્વીંગ ફંડ, સરકારી વિવિધ યોજનાઓ જેવી કે, નોન ક્રીમીલીયર સર્ટી, જાતિનો દાખલો, ડોમિસાઈલ સર્ટી, સીનીયર સીટીઝન સર્ટી, આવકનો દાખલો, ધાર્મિક લઘુમતી દાખલો, ચારિત્ર્યનો દાખલો, વિધવા સહાય મેળવવા, વયવંદના યોજના, નિરાધાર વૃદ્ધસહાય યોજના, અલગ રેશન કાર્ડ કરાવવા, નવા રેશન કાર્ડ માટે, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, મા અન્નપૂર્ણા યોજના હેઠળ વિગેરે આવરી લેવામાં આવે છે.