Abtak Media Google News

દીવ સરકારી હોસ્પિટલમાં થયેલી ઘટના અંગેની જાણ થતાં ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં વર્ષોથી કાર્યરત એનજીઓ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા આ મામલે યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પ્રથમ તો યુવતી કઈ કહેવા રાજી ન હતી પણ બાદમાં સંસ્થાના પ્રમુખ ભાવના શાહે તેને વિશ્વાસ અપાવ્યો જેથી તેને ભરોસો બેસતાં તેણે વાત શરૂ કરી અને પોતાની આપવીતી જણાવી હતી. આ સઘળું જાણ્યા બાદ ભાવના શાહે તેણીને પરપ્રાંતિય શખ્સ વિરુદ્ધ પુરાવા આપવા કહ્યું તો તેણે ના પાડી દીધી હતી અને નેતા કાકા જ તેની મદદ કરશે તેવું કહી દીધું હતું.

પરંતુ મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના આગેવાનો યુવતીની મદદ કરવા ઇચ્છુક છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે યુવતી મેદાનમાં આવે તેવું ઈચ્છે છે તેમ સંસ્થાના પ્રમુખ ભાવના શાહે જણાવ્યું હતું.દીવમાં વસવાટ કરતા એક ગરીબ પરીવારની દીકરીને થોડા દિવસ પહેલા તાવ શરદી જેવા લક્ષણો દેખાતા તપાસ કરાતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તે વધુ સારવાર માટે હોસ્પિટલમાં  દાખલ થઈ હતી.

દરમિયાન એકાદ દિવસની સારવાર લઈ લીધા બાદ તબીબોએ તેમને એક્સ-રે રિપોર્ટ કરવાની સલાહ આપતા ગરીબ પરિવારની દીકરી સરકારી હોસ્પિટલમાં જ એક્સ-રે કરાવવા ગઈ હતી. જ્યાં તેનો એક્સ-રે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક્સ-રે વિભાગમાં નોકરી કરતા એક પરપ્રાંતિય કર્મચારી દ્વારા ગરીબ પરિવારની દીકરી પર નજર બગાડવામાં આવી અને તેની સાથે અડપલાં કરવાની કોશિષ કરી પરંતુ પ્રથમ નજરે યુવતીને આ બાબતની ખબર ન પડી ત્યારબાદ ફરી એકવાર તે કર્મચારીએ યુવતીની છેડતી કરવાની કોશિષ કરતા તેણે પ્રતિકાર કર્યો અને દૂર રહેવા સાવચેત કરી પણ પરપ્રાંતિય શખ્સને જાણે હેવાનીયતનો કીડો ઉપડ્યો હોય તેમ તેની શરીર પર હાથ ફેરવવાનું શરૂ કર્યું પરંતુ તે જગ્યા પબ્લિક પ્લેસ હોય તેથી તે હેવાન પોતાના મનસૂબા પાર પાડી શક્યો ન હતો.

યુવતીએ એ એક્સ-રે વિભાગની બહાર નીકળી ફરજ પરના અન્ય અધિકારીઓને પણ આ બાબતે માહિતગાર કર્યા હતા  ત્યારબાદ યુવતી ફરી પોતાના વોર્ડમાં ચાલી ગઈ હતી.પોતાની સાથે થયેલી બળજબરી અંગે ડઘાઈ ગયેલી યુવતીએ આ અંગે પોતાના પરિવારજનોને જાણ કરી જેથી તેઓએ પોલીસને જાણ કરવા માટે યુવતીને હિંમત આપી જેની ખબર પરપ્રાંતિય શખ્સને પડી જતાં તેણે પાણી પહેલા પાળ બાંધવાની કોશિષ કરતા દીવના સ્થાનિક રાજકીય નેતાનો સંપર્ક કર્યો અને પોતાને આમાંથી બચાવી લેવા આગેવાનને જાણ કરી હતી. દરમિયાન રાજકીય આગેવાન પણ જાણે તક જોઈને બેઠો હોય તેમ તેને બચાવી લેવા માટે મેદાનમાં આવી ગયો હતો.

સૂત્રો પાસેથી ખબર પડી છે કે આ નેતાએ તે પરપ્રાંતિયને બચાવી લેવા માટે મોટો વહીવટ કર્યો હોય તેવું બની શકે!!? વહીવટ થઈ ગયા પછી હવે નેતા પરપ્રાંતીયને બચાવવા માટે મેદાને આવી ગયા  હોય અને તે યુવતીની પડખે જઈ ચડ્યો હોય  પ્રથમ તેણે યુવતી પાસે જઈ તમામ હકીકત જાણી લીધા બાદ આ ઘટનામાં યોગ્ય  કરવાની વાત કરી તેનો વિશ્વાસ જીતી લીધો અને પોલીસમાં હમણાં કોઈ કાર્યવાહી નહિ કરવાનું કહેતા યુવતી પણ પોતાને ન્યાય મળશે તે આશાએ તેની વાતમાં આવી ગઈ છે. જો કે તે ભોળી નારીને એ નથી ખબર આ ચતુર કાગડાએ તેને પોતાની જાળમાં ફસાવી લીધી છે. હવે યુવતી પણ એટલું જ પાણી પીવે છે જેટલું તે નેતા કહે છે. કેટલીક સામાજીક સંસ્થાઓએ પણ યુવતીને સાથ આપવાની વાત કરી પરંતુ યુવતી ટસની મસ થતી નથી અને જેટલું નેતા કહેશે એટલું જ તે કરશે તેવું કહે છે.

નેતા પણ યુવતી અને તેના પરિવારના સમાજનો તેથી પરિવારજનો પણ દીકરીને નેતા ન્યાય અપાવશે તે આશાએ બેઠા છે. જો કે આ આશા ઠગારી નિકળશે તે લગભગ નક્કી જ છે. પણ એક વાત અહીં સંતોષકારક અને હૈયે ટાઢક આપનારી છે કે જો યુવતીએ પ્રતિકાર ન કર્યો હોત તો જે બાબત અડપલાંએ પહોંચી હતી તે ત્યાં જ અટકી ગઈ હતી અને યુવતીની જિંદગી બગડી જતા બચી ગઈ છે.

જો કે આ યુવતીને ક્યારે ન્યાય અને પરપ્રાંતીયને ક્યારે સજા મળે છે તે જોવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.