Abtak Media Google News

કોરોના મહામારીના પગલે રાજ્યભરમાં ધો.10-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધો.10ના વિદ્યાર્થીઓને બે ભાગમાં માર્કસ આપવામાં આવશે જેમાં પહેલા 20 માર્કસ શાળાકીય મુલ્યાંકનના આધારે જ્યારે બાકીના 80 માર્કસ ઓનલાઈન વેબસાઈટ પર મુકવા માટે શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આદેશ કર્યા છે જેના ભાગરૂપે રાજ્યની તમામ સ્કૂલના આચાર્યને ધો.10ના માર્કસ મુકવા માટે સુચના અપાઈ છે.

આજે સવારે 11 વાગ્યાથી માર્કસ અપલોડ કરવાનું શરૂ કર્યું હતું અને આગામી 17 જુન સાંજે 5 વાગ્યા સુધીમાં સ્કૂલોએ વિદ્યાર્થીના માર્કસ અપલોડ કરવાના રહેશે. માર્કસ વિદ્યાર્થીના નામ અને એપ્લીકેશનના આધારે ભરવાના રહેશે. આ ઉપરાંત ધો.10ની માર્કશીટમાં પણ ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં હોય, કોઈ વિદ્યાર્થીને નુકશાન ન થાય તેવી પદ્ધતિ બોર્ડ અપનાવશે નહીં. એટલું જ નહીં કોઈ બાળકને ભવિષ્યમાં કોઈ એવું કહીને ન જાય કે પરીક્ષા લીધા વિના વિદ્યાર્થી પાસ થયો છે તે પદ્ધતિથી માર્કશીટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત માસ પ્રમોશન તો નહીં જ લખાય અને દર વર્ષે માર્કશીટમાં ક્વોલીફાઈડ ફોર સેક્ધડરી સ્કૂલ સર્ટીફીકેટ જ લખવામાં આવશે.

નબળા વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનના કારણે પાસ થવામાં ખુટતા ગુણની તુટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવી ગુણ તુટ સમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ ખુટતા હશે તેટલા ગુણની તુટ માર્ક કરી પરિણામ જાહેર કરવામાં આવશે. આવા ઉમેદવારના પરિણામ પત્રકમાં ગ્રેડ-ડી દર્શાવવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓને માર્કસ આપવાની પદ્ધતિ જાહેર કરી દેવામાં આવી છે જેના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક દ્વારા માર્કસ અપલોડ કરવાની અંતિમ તા.17 જુન અપાઈ છે. ધો.10ના પરીક્ષાર્થીઓના આંતરિક મુલ્યાંકન માર્કસ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના માર્કસ બોર્ડની વેબસાઈટ પર આજથી 17 જુન સાંજના 5 કલાક સુધી ભરવાના રહેશે. પરીક્ષાર્થીઓના ગુણ, નામ અને એપ્લીકેશનના નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન માર્કસ માટે સ્કૂલના ઈન્ડેક્ષ અને નોંધાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગઈન કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.