Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને હવે આર્થિક મહાસત્તા બનાવવાના પ્રકલ્પને સાકાર કરવા માટે કૃષિ સાથે સાથે ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવા માટે સરકાર પ્રતિબધ બની છે, ત્યારે દીવ બીચ ગેમ્સ ફેસ્ટિવલનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે વર્ચ્યુઅલ પ્રારંભ થઈ રહ્યો છે તારીખ 4 થી 11 જાન્યુઆરી સુધી ચાલનારા બીચ ગેમ્સ ફેસ્ટિવલનું ખેલ મંત્રી અનુરાગ સિંગ ઠાકોર ની ઉપસ્થિતિમાં સાંજે ચાર વાગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ કરવામાં આવશે.

આજથી 11મી સુધી બીચ ગેમ ફેસ્ટિવલને વધાવવા દીવ નગરીને દુલ્હનની માફક સજાવાય

દાયકા ઓ થી પ્રવાસન ધામ તરીકે લોકપ્રિય રહેલા દીવ અને ખાસ કરીને દીવ ઘોઘલા બીચ પર બીચ ગેમ્સ ફેસ્ટિવલનો નવો ઉપહાર આપીને દિવને પ્રવાસન ક્ષેત્રે દેશ અને દુનિયામાં વધુ પ્રસિદ્ધ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે .

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે સાંજે  બીચ ગેમ્સ ફેસ્ટિવલ નો વર્ચૂલી પ્રારંભ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ખેલ મંત્રી  અનુરાગ સિંઘ ઠાકોર હાજરી આપશે બીચ ગેમ્સ ફેસ્ટિવલ ભવ્ય બનાવવા માટે દીવ ને નવોઢાની જેમ રોશની થી શણગારવામાં આવ્યું છે. દીવ ઘોઘલા બ્રિજ પર રોશની અને શણગાર નિહાળવા લોકો ઉમટી રહ્યા છે.

દિવ બીચ ખાતે સાંજે 5:00 વાગ્યાથી શરૂ થનારા બીચ ગેમ ફેસ્ટિવલ માં ખેલ મંત્રી અનુરાગ સિંહ ઠાકોર ,પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને રાજ્યપાલ ખાસ ઉપસ્થિત રહેશે,, દીવ ખાતે ની ગેમ ફેસ્ટિવલમાં આઠ રમતોમાં 1236 ખેલાડીઓ સામેલ થયા છે સૌપ્રથમવાર શરૂ થયેલી દીવ બીચ ગેમ ફેસ્ટિવલ ની પરંપરા ના સાક્ષી બનવા રાજ્યભરના ખેલ પ્રિય આગેવાનો ખેલાડીઓ ની સાથે સાથે ગવર્નર બી ડી મિશ્રા સહિતના મહાનુભાવો મહેમાન બન્યા છે દીવ માટે એક આગવી ગૌરવ ની ઘડી જેવી દીવ બીચ ગેમ ફેસ્ટિવલ ને લઈને સ્થાનિક લોકોમાં પણ ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તારીખ 4 થી 11 સુધી ના ફેસ્ટિવલમાં આઠ રમતો માં 1236 ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.