Abtak Media Google News

વધુ વડિલોને સમાવવા ગોંડલ રોડ પર સ્વામીનારાયણ ગૂરૂકુળની બાજુમાં નવા વૃધ્ધાશ્રમનું નિર્માણ: નસીત પરિવાર દ્વારા ૫.૫૫ લાખનું માતબર અનુદાન

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડિલો નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા વૃધ્ધો પાસેથી કોઈ પણ પ્રકારનું ડોનેશન, ફી લેવામાં આવતી ન તી આ વૃધ્ધાશ્રમમાં હાલ ૧૩૨ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહ્યા છે.

જે કોઈની આસપાસમાં કોઈ નિરાધાર કે નિ:સહાય વૃધ્ધ વડીલ જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ સુધી પહોચાડવા અનુરોધ કરાયો છે.

હજુ વધુ વડિલોનો સમાવેશ થઈ શકે તે માટે સદભાવના વૃધ્ધાશ્રમા (રાજકોટ) દ્વારા રાજકોટનાં ગોંડલ રોડ ઉપર (સ્વામિનારાયણ ગૂરૂકુલના બાજુમાં) નવા વૃધ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. નિર્માણાધિન વૃધ્ધાશ્રમના સ્વભવન માટે માનવતાવાદી શ્રેષ્ઠી કરશનભાઈ મોહનભાઈ નસીત, વીલાસબેન કરશનભાઈ નસીત દ્વારા ૨ રૂમ માટેનું રૂ.૫,૫૫,૫૫૫ અંકે રૂપીયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પૂરાનું માતબર અનુદાન અપાયું.

વિશેષ માહિતી માટે સદભાવના વૃધ્ધાશ્રમ, રામાપીર ચોકડીથી આગળ, ૧૫૦ ફૂટ રીંગરોડ, રાજકોટ મો.નં. ૮૦૦૦૨ ૮૮૮૮૮, ૮૫૩૦૧ ૩૮૦૦૧ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.