Abtak Media Google News

રાજકોટ રેન્ડોનિયર્સ અને જીનીયસ ગ્રુપ દ્વારા સાયકલોકિડ્સનું આયોજન: પાર્ટીસીપેટ બાળકને

ટી શર્ટ, સર્ટિફિકેટ અને આકર્ષક મેડલ અપાશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટના સાયકલિસ્ટ માટે ગ્રુપ સાયકલિંગ, શોર્ટ ડિસ્ટન્સ સાયકલિંગ, લોન્ગ ડિસ્ટન્સ સાયકલિંગ તેમજ બી.આર.એમ.નું આયોજન કરતી સંસ્થા “રાજકોટ રેન્ડોનીયર્સ કે જે ઓડેક્સ ઈન્ડિયા રેન્ડોનીયર અને ઓડેકસ કલબ એરિસિયન, ફ્રાન્સ સાથે જોડાણ ધરાવે છે અને રાજકોટના શિક્ષણ જગતમાં ખુબ જાણીતું નામ “જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ સાથે મળીને લાગ્યા છે. રાજકોયમાં ખાસ બાળકો માટેની પ્રથમ કહી શકાય એવી ઈવેન્ટ “સાયક્લોકિડ્સ જેમાં ૮ થી ૧૫ વર્ષના ૧૬૦૦થી વધુ બાળકો સાયકલિંગ કરી “સ્વચ્છતા અને ‘ટ્રાફિક જાગૃતિ’નો સંદેશ આપશે. સાઈકલોકિડ્સની સફળતા માટે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

“સાયકલોકિડ્સમાં ભાગ લેનાર દરેક બાળકને ટી શર્ટ, સર્ટિફિકેટ અને આકર્ષક મેડલ આપવામાં આવશે તે ઉપરાંત લકી ડ્રો દ્વારા વિજેતા થનાર બાળકોને ૧૦૧ ઈનામો પણ આપવામાં આવશે.

સાયકલોકિડ્સના ગ્રુપ-એ નો રૂટ રેસકોર્સ ગ્રાઉન્ડથી કિશાનપરા, મહિલા કોલેજ અંડરબ્રિજ, કે.કે.વી હોલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, અમીન માર્ગ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન ચોક થઈને રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધીનો ૮ કી.મી.નો રહેશે જયારે ગ્રુપ-બીનો રૂટ રેસકોર્ષ ગ્રાઉન્ડથી કિશાનપરા, મહિલા કોલેજ અંડરબ્રિજ, ક્રિસ્ટલ મોલ, વૃંદાવન સોસાયટી, મોકાજી સર્કલ, નાનામવા સર્કલ, રાજનગર ચોક, અમીન માર્ગ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીનો ૧૨ કિ.મી.નો રહેશે.

સાયકલોકિડ્સની શરૂઆત ૩૦ ડિસેમ્બરે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પારેખ રંગદર્શનથી થશે, આ રેલીની શરૂઆત કરાવવા માટે મેયર બીનાબેન આચાર્ય, નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર, અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, જોઈન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે એક્રોલોન્સ કલબના જય મહેતા, સાયકલ ઝોનના ધર્મેશ ટાંક અને અમિત ટાંક, ગ્લોબલ પબ્લિસિટીના જયદીપ રેણુકા, મોમાઈ આઈસ્ક્રીમના ભાવેશ પટેલ, રિફ્રેશ ફિટનેસ સેન્ટરના રવિભાઈ પરસાણા, જયમીનભાઈ ચેતા, જેમ ટૂર્સના દુશ્યંતભાઈ વાગડીયા, સેઈલર સોફટ ડ્રિંકસના સાગરભાઈ, ક્રેવોન ચોકલેટ જગુભાઈ પટેલ, ૭૭ ગ્રીનના અમિતભાઈ, વાત્સલ્ય સ્પીચ એન્ડ હિઅરીંગ કલીનીકના મિલનભાઈ અંટાળા તેમજ કજારિયા ટાઈલ્સ, વીન ટેલ સિરામિકસ, જયદીપ સાયકલ એજન્સી, બાલાજી વેફર્સ અને ૯૪.૩ માય એફ.એમ.નો સહયોગ મળેલ છે.

આ ઈવેન્ટને સફળ બનાવવા માટે જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા અને રાજકોટ રેન્ડોનીયર્સના મેન્ટોર ડો.એસ.આર.રાવના માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો-ઓર્ડીનેટર્સ પરાગ તન્ના, વિજય દોંગા, શ્રીકાંત તન્નાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.