Abtak Media Google News

જિલ્લામાં ધો.૧૦માં ૯૯.૯૯ પીઆર મેળવનારા મોદી સ્કૂલના ૧૦ વિદ્યાર્થીઓ

જામનગરની મોદી સ્કૂલનું ધોરણ-૧૦ નું પરિણામ ઉજ્જવળ આવ્યું છે. જેમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૬.૮પ ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ ૯૧.ર૭ ટકા આવ્યું છે. આ શાળાની પરીક્ષાના પરિણામ સર્વશ્રેષ્ઠ આવી રહ્યાં છે અને સતત નવમા વરસે પણ શાળાના વિર્દ્યાથીઓ અને તેમના વાલીઓનો વિશ્વાસ જીતી શાળા પરિવાર, શિક્ષકોએ ઉચ્ચત્તમ પરિણામ પ્રાપ્ત કરી વિર્દ્યાથીઓને સફળતાની નવી દિશા દર્શાવી છે.

ધોરણ-૧૦ ની પરીક્ષામાં મોદી સ્કૂલના કુલ રપ૩ વિર્દ્યાથીઓમાંથી ર૪૦ ઉત્તીર્ણ યા છે. અનુભવી શિક્ષકોની ટીમના માર્ગદર્શન સો એ-૧ ગ્રેડમાં ૧પ વિર્દ્યાથીઓ તા એ-ર ગ્રેડમાં પર વિર્દ્યાથીઓ ઉત્તીર્ણ યા છે. રાજ્યમાં ૯૯.૯૦ થી વિર્દ્યાથીની જાનવી સુરેશભાઈ વશરાએ ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર રાજયમાં પ્રમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે.

છેલ્લા આઠ વરસી જામનગર જિલ્લામાં ધોરણ-૧૦ માં ૯૯.૯૯ સુધીના પીઆરમાં મોદી સ્કૂલના દસ વિર્દ્યાથીઓએ સન મેળવ્યું છે.

જ્યારે વિષયવાર જોઈએ તો સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ શાળાના બે વિર્દ્યાથીઓએ મેળવ્યા છે. વિજ્ઞાનમાં ૧૦૦ માંથી ૯૯ માર્કસ એક વિર્દ્યાથીએ મેળવ્યા છે. ૯૯ પીઆરી વધુ મેળવનાર ૧ર૦ અને ૯પ પીઆરી વધુ મેળવનાર વિર્દ્યાથીઓની સંખ્યા ૩ર છે. સમગ્ર રાજયમાં ટોપ-૧૦ માં તેમજ એ-૧ ગ્રેડ માં સૌથી વધુ વિર્દ્યાથીઓ સતત નવ વરસી મોદી સ્કૂલના જ છે.

મોદી સ્કૂલ જામનગર સ્ટુડન્ટ ઓરીએન્ટેડ સ્કૂલ છે. જેઓનો ધ્યેય ઉચ્ચત્તમ શિક્ષણ દ્વારા સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે. સર્વશ્રેષ્ઠ પરિણામ તેમજ સંસ્કારોના સિંચન દ્વારા જ સિદ્ધ ઈ રહ્યું છે, આ સમગ્ર પરિણામનો શ્રેય વાલીઓ તેમજ વિર્દ્યાથીઓ તેમજ મોદી સ્કૂલના ટ્રસ્ટીઓ પારસભાઈ મોદી, હિત મોદી, આચાર્ય, તેમજ મોદી સ્કૂલની હાઈલી ક્વોલીફાઈડ તા ખૂબ જ અનુભવી શિક્ષકોની ટીમ જે વર્ષોથી સારૃં પરિણામ લાવે છે, અને શાળા મેનેજમેન્ટ ટીમના ફાળે જાય છે. શાળામાં શિક્ષકો દ્વારા લેકચર્સ ઉપરાંત એડવાન્સ ક્લાસ જેમાં એનટીએસઈ ફાઉન્ડેશન ઓલિમ્પિ યાડ જેવી પરીક્ષાઓની તૈયારી તેમજ બેઝિક ક્લાસમાં બાળકોની ક્ષમતા અનુસાર આખા કોર્ષ તેમજ બોર્ડની પરીક્ષાની દૃષ્ટિએ અગત્યના વિષયની તૈયારી કરાવવામાં આવે છે.

વાલીઓ પણ સમગ્ર વર્ષ દરમિયાન ચિંતા મુક્ત રહી વિર્દ્યાથીઓને સ્કૂલના હવાલે કરી એક વિશ્વાસ મૂકી – આજે ગૌરવ અનુભવી રહ્યાં છે. વિર્દ્યાથીઓએ આટલું સરસ પરિણામ મેળવ્યું અને સમગ્ર યશ વાલીઓએ તેમજ વિર્દ્યાથીઓએ મોદી સ્કૂલ જામનગરને તેમના ટ્રસ્ટી  પારસભાઈ મોદી તેમજ હિત મોદીને આટલી સરસ સીસ્ટમ – આટલું સતત ધ્યાન રાખી પદર્શક બની રહેવા બદલ આભારની લાગણી અનુભવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.