Abtak Media Google News

નાના બાળકોને ઓનલાઈન શિક્ષણથી થનારા ફાયદા કરતા અન્ય જોખમ વધુ: શિક્ષણ પછી પ્રોજેકટ અને પરીક્ષા બાળકો જાણ્યે-અજાણ્યે ઈન્ટરનેટની માયાજાળમાં  ફસાશે: આગામી દિવસોમાં ઓનલાઈન એજ્યુકેશનને લઈ શિક્ષણ વિભાગ સ્પષ્ટતા કરે તેવી શકયતા

કોરોના વાયરસનું સંક્રમણ રોકવા સરકારે જાહેર કરેલા લોકડાઉનના પગલે રોજિંદુ જીવન વેર-વિખેર થઈ ગયું છે. રોજબરોજના કાર્યોથી માંડી શિક્ષણ અને વર્કિંગ પ્લેસના કલ્ચરમાં ધરમુળથી ફેરફાર જોવા મળી રહ્યાં છે. વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ વધુ સ્વીકાર્ય બનવા માંડયો છે અને આ દેખાદેખીમાં શાળા પણ ઓનલાઈન શિક્ષણના રવાડે ચડી ગઈ છે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આ પધ્ધતિના ફાયદા સામે જોખમ વધુ હોવાનો સુર ઉઠ્યો છે. પાંચમાં ધોરણના બાળકોને તો તદન બીનજ‚રી રીતે ઓનલાઈનની ઘરેડમાં ઘસાવવામાં આવી રહ્યાં છે. જો કે, પાંચમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન સદયુ ન હોય જેથી વાલીઓ પણ હાલ ચિંતીત છે. નાના બાળકોને ઓનલાઈન શિક્ષણથી થનારા ફાયદા કરતા અન્ય જોખમ વધુ હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણ પછી પ્રોજેકટ અને પરીક્ષા બાળકો જાણ્યે-અજાણ્યે ઈન્ટરનેટની માયાજાળમાં ફસાશે તેવું ચોક્કસથી કહી શકાય. હાલ તો ઓનલાઈન એજ્યુકેશન દ્વારા ૧ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસાય રહ્યું છે. જો કે, ૧૦ વર્ષ સુધીના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ જોખમી હોય ધડમુળથી ફેરફાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

Advertisement

પાંચમાં ધોરણ સુધીના બાળકો ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાતમાં અનેક વિસંગતતાઓ સાથે એરરો જોવા મળી છે. બાળકો સારા-નરસા પાસા નક્કી કરવા મુદ્દે પરિપકવ ન હોય ત્યાં તો ઈન્ટરનેટ સાથેનો મોબાઈલ આઈપેડ કે લેપટોપ એ જીવતા બોંબ સમાન છે. શિક્ષણ શાસ્ત્રીઓ, સમાજ શાસ્ત્રીઓ અને શાળા સંચાલકો આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારી ઓનલાઈન એજ્યુકેશન હટાવી લે તો નાના બાળકોને ફાયદો થશે. ૧૦ વર્ષ સુધીના બાળકો ૪-૪ કલાક મોબાઈલ કે કોમ્પ્યુટર સક્રીન સામે બેસી રહે અને સતત જોયા કરે તે નુકશાનકારક છે. ૧ કલાકથી વધારેનો સ્ક્રીન ટાઈમ બાળકો માટે સા‚ નથી. ઓનલાઈન કલાસમાં શિક્ષકો કરતા બાળકોની બાજુમાં બેસેલા વાલીઓ બાળકોને વધારે ભણાવે કારણ કે બાળકો શિક્ષકની સુચના એકલા સમજી શકતા નથી અને વાલીઓ જ ભણાવતા હોય તો ઓનલાઈન શિક્ષકોનું શું કામ ? ઓનલાઈન દવાની જેમ જ બાળકોને જોયા વગર ઓનલાઈન ભણાવવું પણ જોખમી સાબીત થાય તેમ છે. બાળકો જાણ્યે-અજાણ્યે નેટની માયાજાળમાં ફસાશે.

વાલીઓ પણ હાલ તો લોકડાઉનની સ્થિતિમાં શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન એજ્યુકેશનને લઈ ચિંતીત જોવા મળ્યા છે. જો કે શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલ તો તમામ શાળા-સંચાલકો દ્વારા નાના બાળકથી લઈ ઉચ્ચત્તર માધ્યમિક સુવિધાના બાળકોને સ્ટડી ફ્રોમ હોમની કવાયત શ‚ કરી છે. જો કે, નાના બાળકો પર ઓનલાઈન એજ્યુકેશનની વિપરીત અસર થાય તેવું વિચાર્યું નથી. સ્ટડી ફ્રોમ હોમ નાના બાળકો માટે એટલે જોખમી સાબીત થાય છે કે, નાના બાળકોનું મન ચંચળ હોય છે. ઉપરાંત ઘરનો માહોલ મહેમાનોની અવર-જવર અને લગ્ન પ્રસંગોને લઈ બાળક સતત ડિસ્ટર્બ થઈ શકે જેથી હાલની પરિસ્થિતિ જોતા તો એવું ચોક્કસથી કહી શકાય કે પાંચમાં ધોરણ સુધીના બાળકોને ઓનલાઈન એજ્યુકેશન સદયુ નથી જેને લઈ વાલીઓ પણ હાલ ચિંતીત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે આગામી ૨ થી ૩ દિવસમાં ઓનલાઈન એજ્યુકેશનને લઈને અનેક ફેરફારો આવી શકે એવી શકયતા જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.