Abtak Media Google News

૨.૭૪ લાખ ચો.મીટરનો વિસ્તાર રહેશે ખૂલ્લો

અયોધ્યામાં બનનાર શ્રીરામ જન્મભૂમિ મંદિરનો નકશો આજે મળેલી અયોધ્યા વિકાસ સત્તામંડળની બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો હતો. મદિર પરિસરમાં ૨૭૪૧૦૦ ચો.મીટર વિસ્તાર ખૂલ્લો હશે અને ૧૩ હજાર ચો.મી. વિસ્તારમાં શ્રીરામ મંદિર બનશે.

તમને એ જણાવીએ કે શ્રી રામ મંદિર ૩૬ થી ૪૦ માસમાં બનીને તૈયાર થઈ જવાની ધારણા છે મંદિર નિર્માણમાં લોખંડનો ઉપયોગ થવાનો નથી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું હતુ કે મંદિરનું આયુષ્ય ઓછામાં ઓછુ એક હજાર વર્ષનું હશે. મંદિર નિર્માણ માટે એલએન્ડ ટી કંપની અને આઈઆઈટીના ઈજનેરોની મદદ લેવાઈ રહી છે. મંદિરના સ્થળેથી મળેલા અવશેષો ભકતો નિહાળી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામા આવશે મંદિર નિર્માણ માટે પથ્થરોનો ઉપયોગ કરાશે પથ્થરોના આયુષ્યના હિસાબે કહી શકાય કે મંદિર એક હજાર વર્ષ સુધી ચાલશે તેવું તારણ છે. નિર્માણ કંપની એલએન્ડ ટીએ આ કામ માટે યોગ્ય લોકોને પોતાની સાથે રાખ્યા છે. મંદિર નિર્માણ માટે ૬૦ મીટરની ઉંડાઈ સુધી જમીનની શકતિ માપવામાં આવી હતી ભૂકંપ આવે તો આ માટી કેટલી તીવ્રતા સુધી ભૂકંપ ખમી શકે તેની પણ ચકાવણી કરવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતુ કે રામમંદિરનો વિસ્તાર લગભગ ત્રણ એકરનો છે અને મંદિર નિર્માણમાં એક ગ્રામ લોખંડ પણ વપરાશે નહી.

મંદિર નિર્માણ માટે ત્રાંબાના પતરા-રોડની જરૂર: ચંપત રાય

ચંપતરાયે જણાવ્યું કે મંદિરના નિર્માણ માટે ૧૦ હજાર ત્રાંબાના પતરા અને રોડ (સળીયા) જરૂર છે. આ માટે દાતાઓએ આગળ આવવાની જરૂર છે.

સરકારી આંકડા મુજબ દર વર્ષે બે કરોડ લોકો અયોધ્યા દર્શન માટે આવે છે. રામ મંદિર બન્યા બાદ આ આંકડો ઘણો વધી જશે હવે સરકાર બસ, રેલવે તથા હવાઈ મુસાફરી વગેરે સુવિધાના આયોજન વિશષ વિચાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.