Abtak Media Google News

રાજકોટમાં ૮| ઈંચ, કુતિયાણામાં ૬ ઈંચ, પોરબંદર, માણાવદરમાં ૪ ઈંચ, ગઢડા, અબડાસા, જામનગર, જામજોધપુરમાં ૩ ઈંચ, રાણાવાવ, ઉના, કાલાવડ, ઉમરાળામાં અઢી ઈંચ, કોટડાસાંગાણી, ચુડા, લોધિકા, કલ્યાણપુર, જોડિયામાં ૨ ઈંચ, ચોટીલા, જેતપુર, વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ: સવારથી રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં વરસાદ ચાલુ

સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે સોળ આનીથી પણ સવાયું વર્ષ નિપજે તેવા સુખદ સંજોગો રચાઈ રહ્યા છે. રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રીકાર મેઘમહેર જોવા મળી હતી. અડધા ઈંચથી લઈ આઠ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જરૂરીયાતનાં સમયે જ ફરી ખેતરોમાં લહેરાતી મોલાત પર મેઘરાજાએ વ્હાલ વરસાવતા જગતાતનાં ચહેરા પર ખુશાલી વ્યાપી જવા પામી છે. સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.

કચ્છ: કચ્છમાં આ વર્ષે મેઘરાજાએ વિશેષ હેત દાખવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કચ્છનાં અબડાસામાં ૭૨ મીમી, ભુજમાં ૧૨ મીમી, માંડવીમાં ૪૨ મીમી, નખત્રાણામાં ૩૯ મીમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત આજે સવારે પણ કચ્છનાં માંડવી, ભચાઉ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીધામ, લખપત અને રાપરમાં હળવા ઝાપટા વરસ્યા હતા. કચ્છ પર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસર આગામી પાંચ દિવસ સુધી રાજયભરમાં જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છ રીજીયનમાં આજ સુધીમાં કુલ ૧૧૯.૧૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચોટીલા તાલુકામાં ૩૫ મીમી, ચુડામાં ૪૮ મીમી, ધ્રાંગધ્રામાં ૫ મીમી, લીંબડીમાં ૫ મીમી, મુડીમાં ૨૦ મીમી, સાયલામાં ૧૫ મીમી, થાનગઢમાં ૪ મીમી, વઢવાણમાં ૨૫ મીમી વરસાદ પડયો છે. સવારે ૨ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે જિલ્લામાં કુલ ૯૫ ટકા જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

રાજકોટ: રાજકોટ જિલ્લામાં રવિવારે શ્રીકાર મેઘમહેર જોવા મળી હતી. જિલ્લાનાં ધોરાજીમાં ૧૩ મીમી, ગોંડલમાં ૧૧ મીમી, જામકંડોરણામાં ૨ મીમી, જેતપુરમાં  ૩૨ મીમી, કોટડાસાંગાણીમાં ૫૩ મીમી, લોધીકામાં ૪૮ મીમી, પડધરીમાં ૨ મીમી, રાજકોટમાં ૧૨૩ મીમી, ઉપલેટામાં ૯ મીમી, વિંછીયામાં ૫ મીમી વરસાદ વરસ્યો હતો. આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં વધુ ૮૧ મીમી, કોટડાસાંગાણીમાં ૧૮ મીમી, લોધીકામાં ૧૩ મીમી, ગોંડલમાં ૮ મીમી, જસદણમાં ૬ મીમી, જામકંડોરણામાં ૪ મીમી, પડધરીમાં ૩ મીમી અને વિંછીયામાં ૨ મીમી વરસાદ પડયો હતો. આ સાથે જિલ્લામાં કુલ ૮૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

જામનગર: જામનગર જિલ્લામાં ૧ ઈંચથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ પડયો છે. આજે સવાર સુધીમાં ધ્રોલ તાલુકામાં ૧૨ મીમી, જામજોધપુરમાં ૬૫ મીમી, જામનગરમાં ૬૪ મીમી, જોડિયામાં ૨૬ મીમી, કાલાવડમાં ૬૦ મીમી, લાલપુરમાં ૨૪ મીમી વરસાદ પડયો હતો. દરમિયાન વહેલી સવારે ૬ થી ૮ સુધીનાં સમયગાળામાં જોડિયામાં ૪૭ મીમી, કાલાવડમાં ૧૩ મીમી, ધ્રોલમાં ૧૨ મીમી, જામનગરમાં ૮ મીમી, લાલપુરમાં ૮ મીમી વરસાદ પડયો હતો. જામનગર જિલ્લામાં ૧૦૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

દેવભૂમિ દ્વારકા-પોરબંદર: દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ અનરાધાર કૃપા વરસાવી હતી. દ્વારકા જિલ્લાનાં ભાણવડમાં ૧૫ મીમી, દ્વારકામાં ૫ મીમી, કલ્યાણપુરમાં ૪૭ મીમી, ખંભાળીયામાં ૨૬ મીમી વરસાદ પડયો હતો. જયારે પોરબંદર જિલ્લાનાં કુતિયાણામાં ૧૩૯ મીમી, પોરબંદર શહેરમાં ૧૦૪ મીમી, રાણાવાવમાં ૬૨ મીમી વરસાદ પડયો હતો. સવારથી ખંભાળીયામાં ૮ મીમી, પોરબંદરમાં ૫ મીમી વરસાદ વરસ્યો હતો. આ સાથે દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ ૬૫ ટકા અને પોરબંદર જિલ્લામાં મોસમનો ૭૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં પણ હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં માણાવદરમાં ૯૯ મીમી, વિસાવદરમાં ૨૫ મીમી, વંથલીમાં ૧૭ મીમી, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૧૧ મીમી, માળીયા હાટીનામાં ૮ મીમી, ભેંસાણમાં ૮ મીમી વરસાદ પડયો હતો.

ગીર-સોમનાથ: ગીર-સોમનાથ જિલ્લાનાં ઉનામાં ૬૨ મીમી, સુત્રાપાડામાં ૨૮ મીમી, તાલાલામાં ૨૬ મીમી, કોડીનારમાં ૮ મીમી અને વેરાવળમાં ૨ મીમી વરસાદ પડયો હતો. આ સાથે ગીર-સોમનાથ જિલ્લામાં આજ સુધીમાં મોસમનો કુલ ૭૬ ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

અમરેલી: અમરેલી જિલ્લામાં ગઈકાલે હળવા ઝાપટાથી લઈ ૧ ઈંચ સુધી વરસાદ પડયો હતો જેમાં ખાંભામાં ૨૨ મીમી, જાફરાબાદમાં ૨૦ મીમી, લાઠીમાં ૧૫ મીમી, લીલીયામાં ૧૪ મીમી, બાબરામાં ૭ મીમી અને અમરેલીમાં ૪ મીમી વરસાદ પડયો હતો.

બોટાદ-ભાવનગર: બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ રવિવારે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. બોટાદ જિલ્લાનાં ગઢડામાં ૮૧ મીમી, બોટાદ શહેરમાં ૨૫ મીમી, રાણપુરમાં ૧૭ મીમી, ભાવનગર જિલ્લાનાં ઉમરાળામાં ૫૯ મીમી, ભાવનગર શહેરમાં ૨૫ મીમી, પાલિતાણામાં ૧૭ મીમી જેટલો વરસાદ પડયો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં મોસમનો કુલ ૮૬.૮૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૨ જિલ્લાનાં ૧૭૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજયમાં આજ સુધીમાં ૯૮.૧૦ ટકા જેટલો વરસાદ પડી ગયો છે અને હજી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી રાજયનાં ૩૩ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.