Abtak Media Google News

મિત્રતા તોડી નાખે તો ન્યુડફોટા વાયરલ કરવાની ધમકી આપતો વૃધ્ધ પોલીસ તપાસમાં ભાંગી પડયા

જામનગરમાં એક એવી બ્લેકમેઇલિંગની ઘટના સામે આવી છે જે વાંચી ને તમે પણ માંથુ ખંજવાળતા થઇ જશો, વાત એવી છે કે એક વૃદ્ધ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક-આઇ-ડી બનાવી કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, ન્યૂડ કોલિંગ કરાવી, ફોટાની નકલ રાખી બ્લેકમેઇલ કરતો હતો, ફરિયાદ મળતાજ જામનગર સાયબર ક્રાઇમની ટીમે આ વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, થોડા સમય પહેલા જામનગર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને સોશ્યલ મિડીયાને લગત ફરીયાદ મળી છે , જેમાં ફરીયાદ મુજબ આરોપી ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેક-આઇ-ડી બનાવી કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, વિશ્વાસમા લઇને ન્યુડ કોલીંગ કરાવી, ફોટાની નકલ રાખી બ્લેકમેઇલ કરતો તથા યુવતી સંબંધ તોડી નાખે તો યુવતિઓના અંગત ફોટા વાયરલ કરતો.

અને વધુ વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક-ધમકી આપતો. જે બાબતે પોલીસે ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહીલા કર્મચારીઓની વિશેષ ટીમ સતત તપાસમાં હતી,

જે દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વુમન પોલીસ કોન્સ્ટેબલ પુજાબેન ધોળકીયાનાઓ દ્વારા સોશ્યલ મિડીયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી માહીતી મંગાવી આઈ એસપી રીપોર્ટ તથા ટેકનીકલ એનાલીસીસ કરી, બ્લેકમેઇલ કરનારના મોબાઇલ નંબર શોધી કાઢ્યો હતો, જેમાં બહાર આવ્યું કે જામજોધપુરના સિદસર ગામ રહેતા 63 વર્ષની ઉંમરના રસિકલાલ નારણભાઇ વડાલીયા નામના શખ્સ દ્વારા આ કરતૂત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.