Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ અને વિધાનસભાનાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં  કાર્યકરોનો જોરદાર વિરોધ

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ  રાહુલ ગાંધીને મોદી અટક અંગે ટીપ્પણી કરવાના મામલે અદાલત  દ્વારા બે  વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેના કારણે તેઓનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું  છે. તેઓની સજા રદ કરવા અંગે  ગુજરાત  હાઈકોર્ટમાં કરવામાં આવેલી  અરજી પણ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે. અને સજા યથાવત રાખવામાં આવી છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં મૌન સત્યાગ્રહ  ધરણા  યોજવામાં આવી રહ્યા છે. અમદાવાદ ખાતે   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મૌન  ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં રાજયભરમાંથી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો  ઉમટી પડયા હતા.

વર્ષ  2019માં  કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં મોદી અટક  અંગે  ટીપ્પણી કરી હતીજેના  વિરોધમાં ગુજરાતનાં  ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદી દ્વારા માનહાનીનો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં અદાલત દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય  અધ્યક્ષ  રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સજાને પગલેતેઓનું  લોકસભાનું સભ્યપદ પણ રદ થયું  હતુ બે વર્ષની સજા  રદ કરવા રાહુલ ગાંધી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં  અરજી કરવામાં આવી હતી જેફગાવી દેવામાં આવી હતી અને 2 વર્ષની સજા યથાવત રાખવામા આવી છે.આજે  કોંગ્રેસ દ્વારા  રાહુલ ગાંધીની સજા યથાવત  રાખવાના   નિર્ણય  સામે દેશવ્યાપી  મૌન સત્યાગ્રહ   ધરણા   કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદમાં આજે સવારે  ગાંધી આશ્રમ  સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના  પ્રમુખ અને  રાજયસભાના  સાંસદ  શકિતસિંહ ગોહિલ,  વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષના  નેતા અમિત શાહ, ઉપનેતા શૈલેષભાઈ પરમાર,  કોંગ્રેસના પ્રભારી,  ધારાસભ્ય, સંસદસભ્ય, તથા વરિષ્ઠ  આગેવાનો દ્વારા મૌન   સત્યાગ્રહ  ધરણા યોજવામાં આવ્યા હતા.  ભાજપની  તાનાશાહીનો  વિરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે મુખ્યમંત્રીને બે કિલો ટમેટા ભેટમાં મોકલ્યા !

ગરીબો અને મધ્યમવર્ગની પહોંચ બહાર 156 રૂપિયે કિલો મળતા અપ્રાપ્ય ટામેટા ગુજરાતના  મુખ્યમંત્રીને કોંગ્રેસે એમેઝોન દ્વારા ભેટ મોકલ્યા હતાં.ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા વિપક્ષ  અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બે કિલો ટામેટા એમેઝોન દ્વારા ઓનલાઈન ઓર્ડર કરી શુભેચ્છા ભેટ મોકલીને ગૃહિણીઓના અવાજને અને તેમની મોંઘવારી સામેની વ્યથાને પ્રતિકાત્મક રીતે વાચા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.