Abtak Media Google News

રાજસ્થાનથી ગુજરાતમાં કલોલના સિરોહી સરનેશ્વર મેળામાં આવતા પરિવારને નડયો જીવલેણ અકસ્માત

કલોલ પાસે સિરોહી સરનેશ્ર્વર મેળામાં આવી રહેલા રાજસ્થાનના પરિવારની કાર અને ટ્રક માવલ પાસે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલા સહિત છના મોત નીપજ્યાનું રીકો પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના બાલી જિલ્લાના પરિવાર કાર લઇને કલોલ પાસે સિરોહી સરનેશ્ર્વર ખાતે યોજાતા મેળામાં આવી રહ્યા હતા ત્યારે કાર રીકો નજીક પહોચી ત્યારે ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળકી સહિત ચારના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને મહિલા અને અન્ય એક યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ બંનેને સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યા હતા.

બાલી જિલ્લાના રાયપુર ગામના એક જ પરિવારની છ વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં કાળનો કોળીયો બનતા કરૂણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ છે. રીકો પોલીસે કારમાંથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા છે. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો હતો અને ઘટના સ્થળે ટ્રાફિક જામ થઇ જતા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે.

મૃતકોના નામ

  1. ભુરારામ (32) પુત્ર જગારામ દેવાસી,
  2. સાવરામ (22) પુત્ર સેના જી દેવસી
  3. સાવરામ (23) પુત્ર જોરારામ દેવસી
  4. અંબાલાલ (25) પુત્ર જેતારામ દેવાસી નિવાસી ગુડા ગુમાનસિંહ (પાદરલા બાલી)
  5. નિર્મલા (25) પત્ની લલિત કુમાર મેઘવાલ નિવાસી કોટ બાલિયાન પાલી
  6. હેમા (15) પુત્રી ક્ધહૈયાલાલ મેઘવાલ, રહેવાસી સેસલી બાલી પાલી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.