Abtak Media Google News

૧ર૦૦ કિ.મી.નું અંતર માત્ર ૯૦ કલાકમાં પૂર્ણ કરવાનો ઇનકાર: પેરિસમાં દર ચાર વર્ષે યોજાઇ છે આ પ્રતિયોગિતા: સ્પર્ધકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સ્વાસ્થ્ય માટે ૨૫-૫૦ કિલોમીટર સાયકલિંગ તો ઘણા લોકો કરતા હોય છે પણ જયારે વાત આવે પેરિસ જઇને ૯૦ કલાકમાં ૧૨૦૦ કિલોમીટર  સાયકલિંગ કરવાની ત્યારે ભલભલાને વિચાર આવે, શું આ શકય છો? હા.. છે.. પેરિસમાં યોજાતી આ ચેલેન્જમાં દુનિયાભરના આશરે ૭૦૦૦ સાયકલિસ્ટસ ભાગ લે છે. જેમાં ભારતના ૩૩૪ અને ગુજરાતના ૫૦ થી વધુ સાયકલિસ્ટસ પૈકીના ૯ સાઇકલવિરો રાજકોટના છે. જેમાંના ૭ રાજકોટ રેન્ડોનીયર્સના સભ્યો છે.

૧૦૦ વર્ષ કરતા વધુ સમયથી યોજાતી આ પ્રતિયોગિતા દર ચાર વર્ષે ફ્રાન્સ ના પેરિસ ખાતે યોજવામાં આવે છે. જેમાં વિશ્ર્વભરમાંથી લાંબા અંતરના સાયકલિંગ કરતા રાઇડર્સ ભાગ લે છે. આ ઇવેન્ટમાં પેરિસ થી બ્રેસ્ટ શહેર સુધીનું ૬૦૦ કી.મી.નું અંતર અને ફરીથી પેરિસ આવવાનું

આમ કુલ ૧ર૦૦ કી.મી. નું અંતર માત્ર ૯૦ કલાકમાં પૂણૃ કરવાનું રહે છે. ૯૦ કલાક દરમિયાન સાયકલિસ્ટ બહારથી કોઇપણ પ્રકારનો સપોર્ટ લઇ શકતા નથી. સાયકલ રીપેરીંગ ના સાધનો થી લઇ પોતાની જરુરીયાત ની બધી વસ્તુ પોતાની સાથે સાયકલ પર લઇ ને જવું પડે છે તે ઉપરાંત પેરિસથી લઇને બ્રેસ્ટ સુધીનો રુટ કપરા ચઢાણ વાળો હોય દરેક સાયકલિસ્ટ ની માનસીક નિર્ધારિત સમયમાં પૂર્ણ કરે તેમને પી.બી.પી.નું પ્રતિષ્ઠિત મેડલ આપવામાં આવે છ. રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા પોતાના સભ્યોને પ્રેકિટસ થાય એ માટે માર્ચ મહિનામાં રાજકોટથી શિરોહી (રાજસ્થાન) સુધીની ૧ર૦૦ કી.મી. ની ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ પી.બી.પી.માં ભાગ લેવા જનાર તમામ સભ્યોએ છેલ્લા ચાર મહિનામાં તનતોડ મહેનત અને પઘ્ધતિસરની તાલીમ લઇ પોતાને પી.બી.પી. માટે તૈયારી કરેલ છે.

પી.બી.પી.માં ભાગ લેનાર સભ્યોમાં પરેશ બાબરીયાએ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે અને રાજકોટમાં પોતાનું મેન્યુફેકચરીંગ યુનિટ ધરાવે છે. રાજેશ ધેલાણી ગે્રજયુએટ છે. અને ફલેવર બનાવવાના વ્યવસાયી છે. મનીષકુમાચર ચાવડા, સી.જી.એસ.ટી. માં જોઇન્ટ કમિશ્નર તરીકે સેવા આપે છે. વિજય ડોંગા એડવોકેટ છે. તેઓ રાજકોટ અને અમદાવાદ ખાતે તેમની ઓફીસ ધરાવે છે. નિકુલ ગોસાઇ ઓટોમોબાઇલ સેકટરમાં રિલેશનશીપ મેનેજર તરીકે કાર્યરત છે. તો નીલેશ ગોટી પોતે ખેડુત હોવાની સાથે ખુબ જ સારા અલ્ડ્રા મેરેથોન રનર છે. આરતીબેન ચાપાણી ગૃહિણી હોવાની સાથે સાથે સાઇલકીંગ ના શોખને પુરો કરવો પણ અચુક સમય ફાળવે છે.

રાજકોટ રેન્ડોનીયર્સના તમામ સભ્યો દ્વારા પેરિસ જતા સાતેય સભ્યો ને ખુબ શુભકામના પાઠવે છે. અને આગામી તા. ૧૧ ઓગષ્ટ ના રોજ આ સાતેય સભ્યોને પેરિસ ખાતે રવાના થતી વખતે શુભેચ્છા વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

રાજકોટ રેન્ડોનીયર્સ વિશે વધુ માહીતી મેળવવા માટે ફેસબુક પર Rajkot Randonneursપેજને લાઇફ કરવા માટે યાદીમાં જણાવાયું છે ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ ‘અબતક’પરિવારે ખાસ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.