Abtak Media Google News

કેશોદ ગામે પાદરમાં બસ સ્ટેન્ડના છાપરામાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમે છે તેવી હકીકત અનુસંધાને એલસીબી ટીમે પંચો સાથે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા કુલ ૬ ઈસમોમાં અરજણભાઈ લખુભાઈ ‚ડાચ ગઢવી, ભીમશીભાઈ નારણભાઈ નંદાણીયા આહીર, ગોગનભાઈ દેસુરભાઈ નંદાણીયા આહીર, ઓધડભાઈ લખમણભાઈ જામ ગઢવી, ખીમજીભાઈ કારાભાઈ જોષી, ભોલોભાઈ અરજણભાઈ ‚ડાચ જુગારના સાધનો તથા રોકડા ‚રૂ.૩૧,૬૨૦ના મુદામાલ સાથે પકડી પાડયા છે.

તેમજ દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન આરોપી રાજાભા હીરાભા માણેક જાતે હિન્દુ વાઘેર (ઉ.વ.૩૭, ધંધો મંજુરી, રહે.આવળપાડો, રીલાયન્સ ગેઈટ સામે) દ્વારકાવાળાના રહેણાંક મકાને રેઈડ કરી જમીનમાં દાટેલ ગે.કા.ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫ કિ.‚રૂ.૨૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રેકર્ડ કરાવી આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.