Abtak Media Google News

ત્રણ ચોકને વરસાદી પાણી ભરવાની સમસ્યાથી મૂક્તિ અપાવવા લેવલીંગ કરાયા

રાજકોટ શહેરના વેસ્ટ ઝોન હેઠળ ૧૫૦ ફુટ રીંગ રોડ પર (ઇછઝજ) વરસાદ સમયે વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે નાના મવા ચોક, ઉમિયા ચોક અને રૈયા ચોકમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બને છે. આ સમસ્યાના નિરાકરણ માટે બી.આર.ટી.એસ. રૂટ પરનું ઉપરોક્ત ત્રણેય ચોકમાં લેવલ નીચે ઉતારી વરસાદી પાણીનો નિકાલ પૂર્વ થી પશ્વિમ તરફ ઝડપથી થઇ શકે તે માટે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ઉમિયા ચોકમાં કામગીરી પૂર્ણ કરાયેલ છે. નાના મવા ચોક અંદાજે ૧-૬ (દોઢ ફુટ) નીચે ઉતારવાની કામગીરી ચાલુ છે, જે આજ રોજ પૂર્ણ થશે. ત્યારબાદ, રૈયા ચોક નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવનાર છે. વધુમાં, વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પણ કરવામાં આવેલ છે. તેમજ બાકી રહેતી કામગીરી ૫ જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

મવડી ચોકમાં ૬૦૦મી.મી. ડાયા. પાઇપલાઇન નાખવામાં આવેલ છે, નાના મવા ચોકમાં ચોક નીચે ઉતારવા સાથે ૬૦૦મી.મી. ડાયા. પાઇપલાઇન નાખવામાં આવેલ છે, રૈયા ચોકમાં ૬૦૦મી.મી. ડાયા. પાઇપલાઇન નાખવામાં આવનાર છે. તેમજ ચોક પણ નીચે ઉતારવામાં આવશે, મીલેનીયમ હાઇ રાઇઝ સામે વરસાદી પાણીના નિકાલ માટે બી.આર.ટી.એસ. રૂટના ડીવાઇડર સ્ટોન કાઢવાની કામગીરી ચાલુ છે. જેનાથી મહદ્દઅંશે વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.