ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ૫૦૦ કિલોની તીજોરી તસ્કરો ઢસડી ગયા પણ તોડી ન શકયા

પેઢીમાં કંઇ હાથ ન લાગતાં બાજુમાં આવેલ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું

સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં રોજિંદા કરોડો રૂપિયાનું ટર્નઓવર થતું હોય વ્યાપારીઓ દ્વારા રોકડા નાણા અને કીમતી દસ્તાવેજો સાચવવા પેઢીમાં તિજોરીઓ રાખવામાં આવતી હોય ગતરાત્રીના તસ્કરોએ એક પેઢીઓને નિશાન બનાવી તિજોરી ઢસડી જવાનો બળપ્રયોગ કર્યો હતો પરંતુ કામયાબી ન મળતા બાજુમાં આવેલ માતાજીના મંદિરને નિશાન બનાવી રફુચક્કર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.પ્રાપ્ત વિગતો મુજબ માર્કેટિંગ યાર્ડ દુકાન નંબર સી ૧૩ એપી એન્ટરપ્રાઇઝ નામ ની દુકાને ગતરાત્રીના સાડા ત્રણ વાગ્યે પાંચ જેટલા શખ્સોએ નિશાન બનાવી શટર તોડી દુકાનમાં રાખવામાં આવેલ ૫૦૦ કિલોથી પણ વધારે વજન ની તિજોરી ઢસડી લઈ જઈ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બળપ્રયોગ માં કામયાબી ના મળતા આખરે થાકી હારી ઉપરોક્ત પેઢીની બાજુમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરને નિશાન બનાવી દાનપેટી માતાજીનું છત્ર વગેરે ચોરી લઈ જઈ સંતોષ માન્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે

Loading...