મંગળ ગ્રહ પરથી આવેલી તસવીરો જોઈને આચર્ય ચકિત થઈ જશો: Photos

મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.આ ગ્રહ પર દુનિયાભરના વૈજ્ઞાનિકો ખૂબ જ રૂચિ ધરાવે છે. પાછલા અઠવાડિયે NASAનું યાન રોવર મંગળ ગ્રહ પર લેન્ડ થયું હતું. આ યાને એક અઠવાડિયામાં 23 હજાર જેટલી તસવીરો કેચપ કરીને પૃથ્વી પર મોકલી આપી છે. આ તસવીરોમાં મંગળ ગ્રહની જમીન મરૂન કલરમાં જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો આશ્ચર્ય પામ્યા છે. NASAના જેટ પ્રોપલ્શન લેબોરેટ્રીના અલ ચેનનું કહેવું છે કે, મંગળ ગ્રહની આ તસવીરો કોઈ સપના જેવું લાગી રહ્યું છે.

NASAના રોવરે મંગળ ગ્રહની તરવીરો પૃથ્વી પર મોકલી છે. આ ગ્રહનો રંગ મરૂન જોવા મળી રહ્યા છે.

રોવરે આ મહિને મંગળ ગ્રહ પર લેન્ડ કર્યું હતું. ત્યાર બાદથી તે સતત ગ્રહને તસવીરો કેચપ કરીને પૃથ્વી પર મોકલી રહ્યું છે.

જે લોકોના મનમાં હંમેશાથી મંગળ ગ્રહને લઈને રૂચિ રહેતી હતી કે, આ ગ્રહ કેવો દેખાઈ છે.તેના માટે આ તસવીરો એક સારો જવાબ છે.

લાલ ગ્રહના નામથી જાણીતા આ ગ્રહની તસવીરોમાં મરૂન કલરમાં જોવી મળી રહ્યો છે. જોકે, નાસાના સાઈન્ટિસ્ટે કહ્યું હતું કે, કેમેરાના લેન્ચને કારણે આ ગ્રહ લાલની રંગને બદલે મરૂન નજર આવી રહ્યો હતો.

મંગળનો રંગ ફક્ત આ તસવીરો જ અલગ નથી, પરંતુ ગ્રહની જમીન પણ જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ તસવીરો ગ્રહ વિશે વધુ ડિટેલ્સ સામે આવી શકે છે.