Abtak Media Google News

“રાજકીય પક્ષો જાહેર હીત અને લોકોપયોગી બાબતોમાં પણ મતની ગણતરીથી જ ચાલતા હોય છે !

ગોહિલ વાડ

આખરે આઠ દસ મહિનાના સમય ગાળામાં અમરેલીથી બગસરા, કુંકાવાવ, ધારી દડમજલ કરી બદલાતા બદલાતા આખરે ભાવનગર જીલ્લાના ગઢડા (સ્વામી) પોલીસ સ્ટેશનમાં નિમણુંક હુકમ થતા ફોજદાર જયદેવ પ્રથમ ખાતાના નિયમ મુજબ ભાવનગર ખાતે પોલીસ વડા સમક્ષ હાજર થયો. પરંતુ અધિકારીઓના આયોજન મુજબ જ ગઢડા ફોજદાર બીજુએ પોતાની બદલી હુકમ સામે કોર્ટમાંથી મનાઈ હુકમ મેળવી લીધો હતો.

જયદેવને થયું ભલે નસીબ બે આગળ હોય પણ છતા પડશે તેવા દેવાશે ભાવનગર પોલીસ વડા એ જયદેવને જીલ્લામાં હાજર ગણી લીધો પણ ગઢડાનો ડીટેઈલ પોસ્ટીંગ ઓર્ડર આપ્યો નહી જીલ્લા નીતેવડી કચેરીમાં તે સમયે એક પઢાવેલો અને ચાલાક પણ ચાલુ પોપટ હતો તે જયદેવને મળ્યો અને કહ્યું સાહેબ મોડા પડયા હવે કયાંય પોલીસ સ્ટેશન ખાલી નથી.

આથી જયદેવે પોપટને કહ્યું તારે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી તે માટે ગુજરાત સરકાર ચિંતા કરે તે બરાબર છે. અને પોપટતો ગયો પરંતુ બીજે દિવસે ગઢડા ફોજદાર બીજુ ભાવનગર આવીને જયદેવને મળ્યા અને કહ્યું ‘સાહેબ તમે ગઢડા આવી જાવ મારે ગઢડા રહેવાની બહુ ઈચ્છા નથી. હું અમેરિકાના મારા વિઝા આવી જાય તેની રાહમાં છું જે લગભગ બે ત્રણ મહિનામાં આવી જવા જોઈએ આથી જયદેવે કહ્યું ભલે ભલે. ત્યારબાદ બે ત્રણ દિવસ પાળેલા પોપટે જયદેવની આજુબાજુમાં આંટા ફેરા માર્યા અને આખરે ચોથા દિવસે પોલીસ વડાએ જયદેવનો ગઢડા એડીશ્નલ ફોજદાર તરીકે નો નિમણુંક હુકમ કર્યો.

આમતો હવે ડચકા ખાતી ખજુરીયા રાજય સરકાર સવાર સાંજ થતી હતી કયારે રાષ્ટ્રીય પાર્ટી પછેડી ખેંચે અને કયારે સરકારનું પતન થાય તે નકકી નહતુ આથી જયદેવને થયું કે મધ્યસત્ર ચૂંટણી આવે જછે અને પોસ્ટીંગ વગર લીવ રીઝર્વમાં કંટ્રોલ‚મમાં રહીને ગામે ગામ ચૂંટણી બંદોબસ્ત માટે રખડી રખડીને તુટી મરવા કરતા જે હુકમ થયો તે બરાબર છે તેમ નકકી કરી ગઢડા હાજર થઈ ગયો.

ગઢડા ભાવનગરથી આશરે એંસી કીલોમીટર દૂર ઉતરે પંચાળ પ્રદેશના સીમાડે સરહદ ઉપરનો તાલુકો હતો. ગઢડા તાલુકાની ઉતરે જસદણ અને બાબરા તથા પશ્ચિમે દામનગર અને ગારીયાધાર તથા પૂર્વે બોટાદ અને દક્ષિણે ઉમરાળા તાલુકાની સરહદો મળતી હતી તાલુકો આશરે તોતેર ગામનો વિશાળ હતો. ત્રણ આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓ ઢસા જંકશન વાવડી ગામે અને નીંગાળા હતી. ઢસા ગામથી રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે પસાર થતો હતો અને ઢસા જંકશન ખાતે અમદાવાદ ભાવનગર તરફથી આવતી ટ્રેનો કાંતો પીપાવાવ બંદર અને સાવરકુંડલા, મહુવા રાજુલા તરફ જતી અથવા રાજકોટ પોરબંદર, જૂનાગઢ વાયા લાઠી જેતલસર જતી હતી.

આમ તો જયદેવ એડીશ્નલ ફોજદાર તરીકે ગઢડા નિમાયેલો પરંતુ ફોજદાર બીજુએ જયદેવ ને કહ્યું કે મારે તો હવે થોડો સમય જ પસાર કરવાનો છે. સાંજના દિવાપાણી ટાણુ થાય એટલે હું પછી બહાર નીકળવાનું ટાળુ છું હવે ગઢડાના નિયમિત ફોજદાર તમારે થાણુ તમારી રીતે જે રીતે ચલાવવું હોય તેમ ચલાવો, આથી સત્તા અને વહિવટનાં શોખીન જયદેવે થાણાનો સમગ્ર દોર પોતાના હાથમાં લીધો અને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો સૌ પ્રથમ હાથ ઉપર લીધા.

બે પ્રશ્ર્નો મુખ્ય હતા એક સરકારી ક્ધયા શાળાના પટાંગણમાં પેશકદમીથી ઉભી થઈ ગયેલ ઝુંપડપટ્ટી હટાવવાનો અને બીજો બે ધાર્મિક સંસ્થાઓ અને ગ્રામજનો વચ્ચે નદીએ જવાના રસ્તા માટેનો અતિ સંવેદનશીલ અને ઉકળતા ચ‚ જેવો પ્રશ્ન હતો પરંતુ તે સમયે તે મામલોહાઈકોર્ટ સમક્ષ પડેલો હોય તેનો તાત્કાલીક કોઈ વાંધો નહતો. પરંતુ એક ધાર્મિક જગ્યામાં મંદિરના ટ્રસ્ટ માટેની ચૂંટણીઓ આવી રહી હતી. ભૂતકાળમાં આ ચૂંટણીઓમાં મંદિરનાં પરિસરમાંજ લાયસન્સી બંદૂકોથીભડાકા પણ થયેલા અને રાયોટીંગના ગુન્હા પણ દાખલ થયા હતા.

પુરાણોમાં સિધ્ધ ઋષિઓ વશિષ્ઠ અને વિશ્ર્વામિત્ર વચ્ચે સર્વોચ્ચ સન્માનીત પદ માટે તપ અને જ્ઞાનની સ્પર્ધાઓ થયાનું જયદેવે જાણેલુ પણ તે માટે યુધ્ધો થયાનું જાણ્યું નહતુ વળી જયારે બૃહદારણ્યક ઉપનિષદ મુજબ ‘આત્માર્થે ‘પૃથ્વીત્યજેત ’ માફક તમામ સંસાર તેના વ્યવહારો સાથે આ પરમ પ્રાપ્તી માટે ત્યજી જ દીધો હોય પછી ક્ષુલ્લક પકદો માટે મમત્વ શાનું? આવી તાકાત અંગે સંત સુરદાસજીએ તેમના ભકિતપદોમાં બહુ સરસ વર્ણવ્યં છે કે

‘સુનિ રે મૈં ને નિર્બલ કે બલ રામ

આપ બલ, તપ બલ ઔર બાહુબલ,

ચોથા બલ હૈ દામ

સૂર કિશોર કૃપા સે સબ બલ હારે કો

હરિનામ ॥અર્થાત

‘જગતમાં જાત જાતના બળ છે જેમાં હારીને જીતવાની આ એક જ ભકિતની બાજી છે.’

આથી જ કેનોપનિષદ માં ઋષિએ ગાયુ છે કે, ‘ૐ સહનાવતુ  સહનૌ ભુનકતુ  સહવિર્ય કરવા વહૈ ’

તેજસ્વિના વધીતમસ્તુ  માં વિદ્વિષા વહૈ

ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥અર્થાત

‘હે પરમાત્મા આપ અમો ગૂ‚શિષ્યોની એક સાથે જ રક્ષા કરો. એક સાથે જ સારી રીતે પાલન પોષણ કરો, અમે સાથે રહીને જ સર્વરીતે બળ પ્રાપ્ત કરીએ. અમોએ ભણેલી વિદ્યાઓ તેજ પૂર્ણ થાઓ, અમો કયાંય પણ કોઈથી પણ વિદ્યામાં ગાંજયા ન જઈએ અર્થાત અમો જીવનભર એક બીજા સાથે સ્નેહની ગાંઠથી બંધાયેલા રહીએ અમારી વચ્ચે આપસમાં કયારેય દ્વેષ ન થાઓ, હે પ્રભો તાપ (સાંસારિક એષણાઓ)ની નિવૃત્તિ થાઓ.’

આમ ઋષિએ સમુહમાં કોઈ રીતે દ્વેષ રહીત અને નિર્લેપ રહેવું તેમશ્લોકમાં દર્શાવેલ છે. આથી જ આઝાદી પછી તમામ શાળાઓમાં શરૂમાં થતી પ્રાર્થનામાં આ શ્લોકનું પઠન પણ થતું. અનુભવે એવું જણાયું છે કે લગભગ ધાર્મિક જગ્યાઓમાં દર્શનાર્થીઓકે હરિભકતો પ્રથમ મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યા પછી મંદિરના મહંત કે કોઠારી કે વહિવટદાર કે ટ્રસ્ટી મંડળમાં જે પદાધિકારી હોય તેના જ દર્શન કરી મુલાકાત કરતા હોય છે.

પરંતુ જે સંતો પોતાની જગ્યાઓમાં આસન ઉપર બેસીને પરમ પ્રાપ્તી માટે સાધના તપ, પુરૂષાર્થ કરતા હોય તેની ખાસ કોઈ નોંધ લેતા નથી એટલે કે લોકો તેમની મુલાકાત કે સત્સંગનો લાભ ઓછો લેતા હોય છે. અને તેથી જ આવા કહેવાતા પ્રતિષ્ઠિત હોદાઓ માટે શ‚માં સ્પર્ધાઓ અને પછી હુંસા તુસી થતી હોય છે. હવે આવા મંદિરના ટ્રસ્ટની ફરીથી ચૂંટણી આવીરહી હતી. સાધૂઓ વચ્ચે તીવ્ર સ્પર્ધાઓ ચાલુ થઈ ગઈ હતી. અને કેમ્પેઈનના ભાગ રૂપે અમુક સંતોતો એસ.ટી.ડી. પી.સી.ઓઉપર આવીને વાતો પણ કરતા હતા. આ વખતે અહી પણ સત્તા પરિવર્તનનો પાકકો યોગ જણાતો હતો.

પરંતુ તે પહેલા ગઢડા સરકારી ક્ધયા શાળા જે નગરપંચાયત સંચાલીત હતી તેના પટાંગણ અને મેદાનમાં જે પેશકદમીથી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી ખડકાઈ ગયેલ તે દૂર કરવાનો મામલો આવી પડયો. વર્ષો પહેલા નગર પંચાયતે આ દબાણ દૂર કરવા નોટીસો વિગેરેની કાર્યવાહી કરેલી જે અપીલો રીવીઝનો થતા થતા સરકારમાં થઈ છેલ્લે પાછો કલેકટર ભાવનગર ખાતે મામલો આવેલો અને કલેકટરે આ ગેરકાયદેસર ઝુંપડ પટ્ટી દૂર કરવા આખરી હુકમ આપી દીધેલો પરંતુ આ સમય ગાળામાં ઝુંપડપટ્ટીતો દિએ ન વધે તેટલી રાતની વધતી જતા તે સમયે આશરે ત્રણસો જેટલા ઝુંપડા અને અમુક તો પાકા મકાનો બની ગયા હતા.

પ્રથમ દ્રષ્ટિએ આવા જાહેર જનહિતના પ્રશ્નોમાં પણ રાજકીય પક્ષોમાં રાજકારણ યુધ્ધ ખેલાતુ જ હોય છે. અમુક પક્ષ ઝુંપડપટ્ટીના ગરીબોના મસિહા બની મતના ભીખારી બનીને મતો માટે સાચુ કેખોટુ જાહેરહિતનું કે વહેવારીક કે બીન વહેવારીક જે હોય તે પણ અવળી આક્ષેપ બાજી કરી રેલા રેલી કાઢી પ્રગતિ અને વિકાસના કાર્યોમાં રોડા નાખી પોતાના મતનું તરભાણુ ભરવાનું પાકુ કરતા હોય છે. એમાં પણ જયારે ચૂંટણીના નગારા વાગી ચૂકયા હોય કે વાગવા સંભવ હોય ત્યારે તો ખાસ અમુક કોમ અને સમાજના અમુક વર્ગનો તૃષ્ટિગુણ સંતોષવા નાટકો શરૂ થઈ જતા હોય છે.

તે સમયે ગઢડા નગર પંચાયતનો વહિવટ રાષ્ટ્રવાદી પાર્ટી પાસે હતો તો રાજય સરકાર રાષ્ટ્રીય પાર્ટીના પીઠબળ વાળી હતી.છતા પણ ન્યાય એટલે ન્યાય, જીલ્લા કલેકટરે દસ્તાવેજો અને વાસ્તવીક હકિકત જોઈને સ્કુલના મેદાનની પેશકદમી દૂર કરવાનું જજમેન્ટ આપી દીધું.આથી ગઢડા નગરપતિ સોઢાતર પક્ષ પ્રમુખ જેબલીયા ચીફ ઓફીસર ને લઈ જજમેન્ટની નકલ અને દબાણ દૂર કરવા માટે જ‚રી પોલીસ બંદોબસ્ત આપવાની માંગણી સાથે નો રીપોર્ટ લઈ પોલીસ સ્ટેશને આવ્યા મામલો બહુ પેચીદો હોય ફોજદાર બીજુએ તેમને સાંજે નિરાતે આવવા જણાવ્યું. જયદેવ પોલીસ સ્ટેશનમાં જયારે આવ્યો ત્યારે ફોજદાર બીજુએ જયદેવને કહ્યું ‘બાપુ એક પેશકદમીની જુની સળગતી સમસ્યા આવી છે. જે મને અને તમને બંનેને દઝાડે તેવી છે.

હવે આમ તો ચૂંટણીના પડધમ વાગી જ રહ્યા છે. પરંતુ ઝુંપડપટ્ટી ગેરકાયદેસરની જાહેર થવા છતા રાષ્ટ્રીય પાર્ટી તેના ટેકામાં છે. જયારે ક્ધયા શાળા તરફે રાષ્ટ્રવાદી પાર્ટી છે. ક્ધયા શાળાનો મુદો વ્યાજબી છે. કે જયાં ક્ધયાઓ અભ્યાસ કરતી હોય તેના પ્રાંગણમાં જ દરરોજ નીતનવા અજાણ્યા લોકોની અવર જવર જોખમી તો ગણાય જ. વળી બહારના ગુનેગારાે અને બૂટલેગરો પણ આવી ઝુંપડપટ્ટીમાં જ આશરો લેતા હોય છે. જોકે નગર પંચાયત આ ઝુંપડ પટ્ટી વાળાઓને માટે જૂના ગઢડા રેલવે સ્ટેશન કે જે જસદણ ગઢડા થઈ નીંગાળા જંકશન અને બોટાદ જતી લાઈન ઉપરનું સ્ટેશન જે રેલ્વે લાઈન હાલ ટ્રેનો બંધ થતા પડતર જ પડેલ છે. તેની પાસે વ્યવસ્થા કરવા તૈયાર છે.

પણ પ્રશ્ન એવો રાજકીય રીતે પેચીદો બની ગયો છે કે રાષ્ટ્રવાદી પાર્ટી આ ક્ધયા શાળાના પ્રશ્ર્નના ઉકેલનો જશ ખાટી ન જાય (ભલે પછી નિદોર્ષ જનતા જખમારે) તે માટે રાષ્ટ્રીય પાર્ટી વિરોધ કરવાની પૂરેપૂરી તૈયારીમાં છે. આ પેશકદમી દબાણ હટાવવા જતા નકકી કોઈક આત્મવિલોપન થાય કે તે માટે રાજકીય ઉશ્કેરણી પણ થાય તો નાહક પેલા નડીયાદના આત્મવિલોપનના કિસ્સામાં જેમ નિદોર્ષ પોલીસ ઈન્સ્પેકટર રામાણીને ફરજ મોકૂફ કરેલા તેવું પણ બને. અથવાતો દબાણ હટાવવા જતા રાજકીય ઉશ્કેરણીથી સામનો થાય અને હુમલા થાય તો મામલો ફાયરીંગ સુધી પણ પહોચે કેમકે હાલના આ રાજકીય માહોલમા જીલ્લા પોલીસ વડા વધારાના પોલીસ જવાનો ફાળવે તેમ લાગતુ નથી તો કેમ કરીશું?’

આથી જયદેવે વિચાર્યું કે એક તો ફોજદાર બીજુ ને હવે અમેરિકા ચાલ્યા જ જવું હોય કોઈ ક્રીમીનલ કે ડીપાર્ટમેન્ટલ ઈન્કવાયરીની બબાલમાં પડવુ ન હતુ અને બીજુ નજીક આવી રહેલ મધ્યસત્ર ચૂંટણીને કારણે તેના જણાવ્યા મુજબનાં પ્રશ્ર્નો દબાણ હટાવવા જતા ઉભા થવાની પૂરી શકયતા હતી. પરંતુ કલેકટરનો હુકમ પણ ન્યાયી અને સ્પષ્ટ રીતે આદેશાત્મક હતો અને જાહેરહિતનો પણ હતો સાંજના ફોજદાર બીજુ અને જયદેવ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. ત્યાં ચીફ ઓફીસર અને સોઢાતર તથા જેબલીયા આવ્યા વાતચીત અને ચર્ચા ચાલુ થઈ જયદેવે કહ્યું ‘તમારી રજૂઆત અને માંગણી વ્યાજબી છે.

પરંતુ આવડી મોટી વસાહતને બળજબરીથી ખાલી કરવી ડીમોલેશન કરવા અને તે પણ આવા રાજકીય દ્વિઘા વાળા માહોલમાં પોલીસ દળ વધારાનું જોઈએ તે માટેઅમો જીલ્લા પોલીસ વડા ને રીપોર્ટ કરીએ છીએ તેઓ આ માટે વધુ પોલીસ દળ ફાળવવાનો હુકમ કર્યે અમે તમોને તારીખ જણાવીએ તે રીતે તમે દબાણ હટાવવા માટેના સાધનો જેસીબી, બુલડોઝરો, હીટાચી અને મજૂરો તૈયાર કરાવજો. આમ જયદેવે પોલીસ વડાને વધુ પોલીસ કુમુક આ કાર્યવાહી માટે ફાળવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ (કલેકટર૦ના હુકમની નકલ અને નગર પંચાયતના રીપોર્ટ સાથે રીપોર્ટ કરાવ્યો.

અઠવાડીયા પછી ફરીથી આ નગર પંચાયત વાળા તપાસ કરવા આવ્યા કે ભાવનગરથી કોઈ હુકમ આવ્યો કે કેમ? જયદેવે હંસીને મર્મમાં કહ્યું હવે તો વિધાનસભા મધ્યસત્ર ચૂંટણી પછી થશે. આથી તેઓએ કહ્યું ‘સાહેબ, ભલે રાજયમાં અમારી સરકારી નથી પણ અમા‚ કામ ન્યાયીક છે. અને દિવાજેવી સ્પષ્ટ હકિકત છેકે ચૂંટણી પછી પણ અમા‚ કામ ન્યાયીક છે. અને દિવા જેવી સ્પષ્ટ હકિકત છે. કે ચૂંટણી પછી અમારી પાર્ટીની જ સરકાર બનવાની છે.તેથી અમા‚ પણ કાંઈક તો ઉપજણ હોય તેમ કહીને બંને ભાવનગર ઉપડ્યા જોકે સંજોગો પણ તેમની ધારણા પ્રમાણેના જ હતા અને લગભગ તમામ સરકારી અધિકારીઓ પણ આ હકિકત જાણતા હતા.

કેસતાનું પરિવર્તન તો થશે જ. પરંતુ ફકત રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ ધુતરાષ્ટ્ર કે ગાંધારીની માફક આંખે પાટા બાંધી વણદેખ્યું કરતા હતા અને તેવા દિવા સ્વપ્નાઓમાં રાચતા હતા. કે બે વાંદરાની લડાઈમાં બીલાડી ફાવે તેમ તેમને સ્પષ્ટ બહુમતી મળશે જ. જોકે આ દિવા સ્વપ્નતે પાર્ટીને લાંબા સ મય માટે આત્મઘાતી પણ સાબીત થવાનું હતુ. આ બધી ગડમથલ અને ઉપાધીવાળી ફરજો છતા જયદેવ જયારે સમય મળે ત્યારે વિશ્રામગૃહમાં ભગવાન સહજાનંદ સ્વામીના સમાજને આશિર્વાદ સમાન પુસ્તકો શિક્ષાપત્રી અને વચનામૃતનું વાંચન કરી મનને ે તૃપ્ત કરી આત્માને ઠંડક અવશ્ય આપતો હતો.

ભાવનગર જિલ્લા પોલીસ વડાને પણ આ ‘દિવાલો ઉપરના લખાણો’નો ખ્યાલ આવી જ ગયો હતો તેમ છતા રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓએ તેમના ઉપર દબાણ કરી કરાવી ગઢડા ખાતે વધારે પોલીસ દળ નહિ ફાળવવા અને દબાણ દૂર કરવાની કાર્યવાહી આગળ ચાલે નહિ તે માટે સરકાર દ્વારા પણ ભલામણ કરાવી. રીમોટ મુખ્ય મંત્રીતો ટેકેદારો બટન દાબે એટલે જણાવ્યા પ્રમાણેની તૈયાર કેસેટ વગાડી દેતા. પોલીસ વડાને ‘સુડી વચ્ચે સોપારી’ જેવું થયું હાલમાં સત્તાધારી રાષ્ટ્રીય પાર્ટી અને ચૂંટણી પછી રાષ્ટ્રવાદી પાર્ટી. આમ મનો મંથન થતા પોતાની ખૂરશી હાલક ડોલક થતી હોવાનું તેમને લાગતુ હતુ.

જેથી તેમણે પણ મુત્સદી પૂર્વક હુકમ કર્યો ‘અશ્વસ્થામા મરાયો નરોવા કુંજરોવા.’ જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમનો અમલ ગઢડા ફોજદારે કરવો (જોકે તેતો કરવાનો જ હતો) પણ વધુમાં જણાવ્યું કે હાલનાં સંજોગોમાં કોઈપણ રીતે બહારનું વધારાનું પોલીસ દળ ઉપલબ્ધ નહી હોય ગઢડા સ્થાનિક પોલીસ જવાનોથી જ દબાણ દૂર કરાવવું દડો ગયો ગઢડા પોલીસનાં મેદાનમાં પોલીસ વડા ધારે તો એટલીસ્ટ બોટાદ પાળીયાદ ઉમરાળા વેળાવદર, વલ્લભીપૂરથી જવાનો ફાળવવા માટે બોટાદ ડીવાયએસપીને હુકમ કરી શકયા હોત પણ આતો યુધ્ધ થવાનું હતુ પરિણામ જે આવે તે પણ એક રાજકીય પક્ષતો નારાજ થયા નો જ હતો.

અને વળી કોઈ અજુગતો બનાવ બને તો તેમની પણ કાંઈક અંશે જવાબદારી થવાની જ હતી જોકે પોલીસ ખાતામાં તો પેલો રામાયણ વાળો સંત તુલસીદાસજી એ જણાવેલ નિયમ જ ચાલતો હતો ‘સમર્થ કો નહિ દોષ ગુંસાઈ’ કાંઈક અજુગતુ બને તો ફોજદાર પીઆઈ સુધીના સીપાઈ સપરાનોજ દાટ નીકળતો હતો પરંતુ બહુચર્ચિત શૌરાબુદીન કેસ બન્યા પછી આ સીપાઈ સપરા વાળો માહોલ તો બદલાયો પણ પછી તો પોલીસ દળની કાર્યવાહી પણ શિખંડી રાખવા પડે તેવી બુઠ્ઠી ધાર વગરની આક્રમકતા હિન અને બિન અસરકારક બની ગયાનું તો જનતાના મગજમાં પણ પ્રસ્થાપિત થઈ ચૂકયું હોય તેમ લાગે છે.

આવા સંજોગોમાં કોણ સાહસ કરે? પેલી કહેવત મુજબ ‘સુકા સાથે લીલુ પણ સળગી જાય’ તેમ પછી ભલે કોઈ કાર્યવાહી ન્યાયવીતક પણ કેમ ન હોય? હાલ પોલીસ દળ છાસ પણ ફૂંકી ફૂંકીને પીતુ હોય તેમ લાગે છે.જયારે ગુનેગારો અને ત્રાસવાદીઓને  તેમના મામાઓે માનવ હકકવાદીઓના વણઘોષિત ટેકાથી ‘મોસાળે જમણ….!’ જેવો ઘાટ થયો છે. તેજે હોય તે પરંતુ પોલીસ વડાની કચેરીનો પોપટ ગઢડાના ફોજદાર બીજુ ના સંપર્કમાં હતો તેણે આ થયેલ હુકમની જાણ ટેલીફોનથી બીજુને કરી દીધી અને બીજુ સચેત થઈ ગયા.

વળી તેજ સમયે સમગ્ર રાજયમાં સુરતથી લઈ ગઢડા સુધી હીરાના કારીગરો તેમની ઘસાઈની મજુરીના ભાવો અંગે હીરાના શેઠીયાઓ વિરૂધ્ધમાં આંદોલન છેડી દીધેલું અને હડતાલ ઉપર ઉતરી ગયેલા અને આંદોલન અતિ ઉગ્ર બનતુ જતુ હતુ ગામે ગામ હિરાઘસુઓ હડતાલ ઉપર ઉતરી પડેલા જેની અસર ગઢડા તાલુકામં પણ જબરી પડી હતી વાતાવરણ એકદમ તંગ હતુ.

ગઢડાના ઉગામેડી ગામે હીરા ઘસવાના પુષ્કળ કારખાનાઓ આવેલ હતા અને ત્યાં હીરા ઘસુઓએ જબ્બર હડતાલ પાડેલી અને કારીગરોએ એક હીરાનું બે માળનું કારખાનું ઘેરીલઈ પથ્થરમારો શરૂ કરેલો તે અંગેનો ટેલીફોન પોલીસ સ્ટેશનમાં આવતા ફોજદાર બીજુએ ફોન ઉપાડયો અને પરિસ્થિતિની ગંભીરતા સાંભળી હવે ટોળુ કારખાના ને આગ લગાડવાની જ તૈયારીમાં છે કારખાનાનાં શેઠ અને બે ત્રણ માણસો બીજા માળે છુપાઈ ગયા છે.

બહાર ટોળામાંથી નીકળી શકે તેમ નથી કેમકે ટોળુ આક્રમક બની ગયું હતુ સંજોગોનોવિચાર કરીને ફોજદાર બીજુએ જયદેવને બોલાવીને બાપુ તમે જીપ લઈને ઉગામેડી ગામે જરા આંટો મારી આવોને, જો જ‚ર પડે તો મને જાણ કરજો. ટેલીફોન ઉપર બીજુને ઉગામેડી થયેલ વાતચીતનો જયદેવને કાંઈ ખ્યાલ ન હતો જેથી જયદેવ જીપ લઈને ઉગામેડીના રસ્તે પડયો.

પાછળ ગઢડા ખાતે ફોજદાર બીજુ મનોમન ચિંતામાં હતા કે એક બાજુ અમેરિકા જવાના વિઝા આવવામાં વિલંબ થતો હતો અને તેમાં વચ્ચે આ બધી બબાલ એક પછીએક આવતી જતી હતી તેથી તેને થયું કે જો કોઈ બબાલમાં ફસાયા તો અમેરિકા જવાનું અટકી પડે. આથી હિરાવાળાની હડતાલ અને ક્ધયા શાળાની પેશકદમી વાળો મામલો પતે ત્યાં સુધી આ વિવાદમાં નહિ પડવા તેમણે સીક રજાનો સહારો લીધો અને અમદાવાદની વાટ પકડી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.