વિરનગરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાતા તંત્રનો આભાર માનતા સામાજીક કાર્યકર

જસદણ વીંછીયા પંથકમાં થોડા દિવસોમાં કોવિડના કેસમાં સતત વધારો થતા જસદણની કોવિડ હોસ્પિટલ હાઉસફુલથઈ જતા આખરે તંત્રએ વિરનગર ગામે આવેલ આંખની હોસ્પિટલને ફરી શરૂ કરતા આ અંગે આ પંથકમાં મુંગા મોઢે ઢોલ પીટયા વગર લોકસેવા કરતા સામાજીક કાર્યકર પટેલ હરિભાઈ હિરપરાએ તંત્ર અને રાજકીય આગેવાનોનો આભાર માન્યો હતો.

શનિવારે જસદણ કોવિડ હોસ્પિટલની રાજયનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત બાદ સોમવારે વિરનગરની આંખની હોસ્પિટલનો એક વિભાગ જે કોવિડ હોસ્પિટલ વિભાગ દર્દીઓ ન હોવાથી બંધ હતો તેતંત્રએ ફરી ચાલુ કરી દેતા લોકોમાં રાહત પ્રસરી હતી.

અત્રે નોંધનીય છે કે ગત વર્ષે લોકડાઉન અને કોરોના મહામારીમાં હજારો લોકો લાખો લોકોને મદદરૂપ થયા હતા ખાસ કરીને રસોડા ચલાવનાર હરિરામબાપા મંડળ, મુસ્લિમ યુવક મંડળ, મહાદેવ ગ્રુપ, અને જસદણમાં અબાલથીમાંડી વયોવૃધ્ધને મદદરૂપ થનારા કુંવરજીભાઈ બાવળીયા, જે.પી.રાઠોડ, ડો. ભરતભાઈ બોઘરા, વિજયભાઈ રાઠોડ, સંજયભાઈ વિરોજા, અશોકભાઈ મહેતા, નરેશભાઈ દરેડવાળા, અલ્પેશભાઈ રૂપારેલીયા, ગોપીભાઈ પાનવાળા, સહિતના લોકો આજે પણ લોકોના દુ:ખમાં સહભાગી બની રહ્યા છે.