Abtak Media Google News

મ્હે.પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીનાઓ તરફથી જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા તથા સદંતર નાબુદ કરવા સુચના કરતા જેના ભાગરૂપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના પો.ઈન્સ. કે.એ.વાળા તથા પો.સબ ઈન્સ એસ.બી.સોલંકી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ દાદુભાઈ જાડેજા તથા આર.કે.પરમાર, ઘનશ્યામભાઈ મસીયાવા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, દાજીરાજસિંહ, ડાયાલાલ, ઘનશ્યામભાઈ તથા પો.કોન્સ મહિપાલસિંહ તથા રાજદીપસિંહ તથા હરદેવસિંહ તથા સંજયસિંહ તથા મહિલા પો.કોન્સ. સંગીતાબા રાણા તથા પ્રિયંકાબેન પરમાર તથા ડ્રા.પો.કોન્સ. વિજયભાઈ તથા પરસોતમભાઈ એ રીતના માણસો સાથે થાનગઢ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમ્યાન એ.એસ.આઈ દાદુભાઈ કરીમભાઈ જાડેજા તથા યોગેન્દ્રસિંહ ચુડાસમાનાઓને મળેલ બાતમી આધારે થાનગઢ તાલુકાના ગુગરીયાળા ગામની સીમમાં આવેલ રાજેશભાઈ ભરતભાઈ ચાવડાની શિવ ઈન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર તથા ભેળસેળ કરી ઘી બનાવતા હોવાની અને આ ઘીથી માણસના આરોગ્યને પણ નુકસાન થતું હોય જે હકિકત આધારે રેઈડ કરતા ઘી બનાવવા માટે વપરાતી સાધન-સામગ્રી તથા ઘી, માખણ, પામતેલ, મોરગીનના બેરલ, ડબ્બા, ટેન્ક તથા નાના-નાના ડબ્બાઓ શંકાસ્પદ ઘી જેવી વસ્તુઓ ભરેલ હાલતમાં મળી આવતા જેથી ફુડ ઈન્સ્પેકટર જી.કે.પટેલ સુરેન્દ્રનગરનાઓને સાથે રાખી કાયદેસર કાર્યવાહી કરી જરૂરી સેમ્પલો કબજે કરી આ શિવ ઈન્ડસ્ટ્રીઝમાં ઘી, માખણ, પામતેલ, મોરગીન ભરેલ ડબ્બા, બેરલ, બોક્ષ વિગેરે વસ્તુઓ મળી કુલ કિ.રૂ.૭૭,૪૯,૫૦૦/-નો મુદામાલ સીઝ કરવામાં આવેલ છે અને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.