Abtak Media Google News

સ્ત્રી પુરુષ સમાન અધિકારનાં આ જમાનાઓ પણ સ્ત્રીઓ પુરષોથી કઇ કઇ બાબતે અલગ તરી આવે છે તે જાણીને ખુબ જ આશ્ર્ચર્ય પામશે…. આમ જોઇએ તો દરેક પુરુષનો દાવો હોય છે કે તે સ્ત્રીઓ વિશે વધુ જ જાણે છે પરંતુ ખરેખર એવું હોતુ નથી અને અહીં સ્ત્રીઓની માનસિકતા અને તેની આદતો વિશે કંઇક એવું જાણાવીશું જેનાથી પુરુષો પણ આશ્ર્ચર્ય પામ્યા વિના નહીં રહે તો આવો જાણીએ સ્ત્રીઓ વિશેની આવી અજીબોગરીબ આદતો અંગે સામાન્યત : પુરુષો જ્યારે ૫ દિવસ ફરવા કે બહાર ગામ જાય છે ત્યારે બે-ત્રણ જોડી કપડાં સાથે લઇ જાય છે. પરંતુ સ્ત્રીઓ જ્યારે બહાર ગામ જાય છે ત્યારે જ‚રત કરતાં ૩-૪ જોડી કપડા વધુ મુકે છે. કારણએને અંદાજ જ નથી હોતો કે ક્યાં કપડા પહેરવા છે અને આ તેનો બેઝીક સ્વભાવ છે.

– એવું અનુમાન છે કે એક દિવસમાં અંદાજીત ૧૬૦૦ સ્ત્રીઓ બાળકને જન્મ આપતા સમયે મૃત્યુ પામે છે. જેમાંથી ૯૯% સ્ત્રીઓ વિકાસશીલ દેશની હોય છે.

– સ્ત્રીઓનાં મનની વાત કરીએ તો સ્ત્રીઓ છુપી ‚સ્તમ હોય છે અને ખાસ તો ભારતીય મહિલાઓ પુરુષો પર ઇમોશનલ અત્યાચાર કરી પોતાની વાત મનાવી કામ કરાવતી હોય છે. અને પુરુષો બીચારા એ વાત પણ માનતા હોય છે. ત્યારે ખરેખર સ્ત્રીનાં મનમાં શું ગડમથલ ચાલી રહી છે. તે પુરુષ ક્યારેય જાણી નથી શક્યો….

– ભારતની સંસ્કૃતિ અને પરંપરા જગવિખ્યાત છે ત્યારે સ્ત્રીઓ માટેની એક માન્યતા છે કે સ્ત્રીઓ લગ્ન પહેલા માં બને તો તે અયોગ્ય કહેવાય તેમજ લગ્ન પહેલાં શારીરીક સંબંધો બાંધવા તે પણ સભ્ય સમાજમાં યોગ્ય ન કહેવાય ત્યારે આ બાબતે અમેરીકામાં ૪૦% મહિલાઓ લગ્ન પહેલા જ માતૃત્વ પ્રાપ્ત કરે છે.

– સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરીએ તો એક સરખુ જ કામ કરતા હોવા છતા સ્ત્રીઓને પુરુષો કરતા ૩૬% વેતન ઓછું મળે છે.

– કહેવાય છે કે સ્ત્રીઓ કોઇ વાત ખાનગીર રાખ નથી શકતી ત્યારે બાબતે એમ કહેવાય કે કોઇપણ સ્ત્રી સ્વાભાવિક રીતે ૪૭ કલાક કોઇ પણ વાતને કોઇને કહ્યા વગર રહી શકે છે.

– એક શોધ અનુસાર જે સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન નસકોરા બોલાવે છે તેનું બાળક સામાન્ય બાળક કરતાં ઓછી લંબાઇનું હોય છે.

તો આ હતી યુવતીઓ- સ્ત્રીઓ બાબતે કંઇક એવી વાતો જે તેનાં રોજ બરોજનાં જીવન સાથે સંકળાયેલી હોય છે પરંતુ એ બાજુ ક્યારેય ખાસ ધ્યાન આપવામાં નથી અપાતુ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.