Abtak Media Google News

સ્લીમ અને ટ્રીમ દેખાવવું એ દરેક યુવતીની ઇચ્છા હોય છે ત્યારે હેન્ડસમ અને સીક્સપેક વાળું બોડી હોવુ એ દરેક યુવકનું ડ્રીમ હોય છે ત્યારે જંકફુડનો અતિરેક અને આધુનિક જીવનશૈલીનાં કારણે ૯૦% લોકોની આ ઇચ્છાતૃપ્તી થવાથી રહી જાય છે પરંતુ એવા પણ કેટલાંક લોકો છે જે જાણે જમવાનું ક્યારેય મળવાનું જ નથી એમ ઝાપટી ઝાપટીને ખાતા હોય છતા પણ તેનું વજન નથી વધતુ હોતું.

Advertisement

અહિં મુદ્દાની વાત એ છે કે એવુ થવા પાછળના ક્યાં કારણો જવાબદાર છે…? તો આવો જાણીએ એવા જ કેટલાંક કારણી વિશે…..

– મનોવૈજ્ઞાનિક અભિગમ :

તમે જે રીતે વિચારો છો તે ઘણું અસરકાર હોય છે. તમારી ઝંખનાને તમે કઇ પરિસ્થિતિમાં અને કેવા અભિગમ તરફ લઇ જાવ છો તે વિચારવું જરુરી છે. અહીં બે ચાવી છે, હંગર અને એપેટાઇટ આ બંને શબ્દ વચ્ચેનો મૂળભૂત ભેદ એટલે એક શરીરને ખોરાકની ભૂખ અને બીજુ મનોવૈજ્ઞાનિક રીતે ખાવાની ભૂખ, અને આ રીતે લોકો તેની ભૂખની ઇચ્છાને સંતોષે છે.

– નિરાંતે જમવું :

લોકો ઉતાવળમાં એટલું ઝડપથી જમે છે, પરંતુ  અમુક લોકો ધીમે-ધીમે નીરાંતે ચાવી ચાવીને પોતાનો ખોરાક આરોગે છે અને તેનાં કારણે જ વધુ ખોરાક હોવા છતાં તેનો વજન વધુ નથી હોતો. જમવાની આ પધ્ધતિનો ઉલ્લેખ પ્રાચીન હિન્દુ અને ચાઇનીઝ સંસ્કૃતિમાં પણ કરવામાં આવ્યો છે.

– પૂરતી ઉંઘ :

કોર્ટીસોલ એવા હોર્મોન્સ છે જે તમારાી ભૂખને વધારે છે સાથે સાથે પાચનક્રિયાને પણ નુકશાન પહોંચાડે છે. જેના કારણે કાર્બસ અને અને ચરબીમાં વધારો થાય છે. આ પ્રકારના હોર્મોન્સ અપૂરતી ઉંઘના કારણે વિકાસ પામે છે. અને એટલે જ જે લોકો ચોક્કસ અને પૂરત ઉંઘ કરે છે તેઓનું વજન કંટ્રોલમાં રહે છે.

– નોન-એક્સસાઇઝ એક્ટીવીટી થર્મોનેજેસિર (NEAT)

ટાઇટલ વાંચીને મુંજવણ અનુભવશો પરંતુ આ નોન એક્સરસાઇઝ એક્ટીવીટી થર્મો જેનેસિસ એટલે એવ પ્રવૃતિઓ જેમાં તમારે ખાસ કોઇ પ્રકારની કસરત કરવાની નથી આવતી પરંત જે લોકો તેનાં ‚ટીન વર્કમાં જ એટલે કે ફોનમાં વાત કરતાં સમયે સતત ચાલતા રહેતા હોય છે. અથવા ખુર્શી પર બેઠા હોય ત્યારે તેના હાથ પર આંગળીઓનાં ઘોડા દોડાવતા હોય અથવા તો પગને સતત હલાવતા હોય તેનાથી જ કેલેરી બળતી ઉર્જા ઉત્પન્ન થતી રહેતી હોય છે જે તેનાં વજનને પણ માપસર રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.