Abtak Media Google News

ભારત અને કેટલાંક રુઢીવાદી પ્રાંતમાં તરુણ યુવતીઓ જ્યારે પહેલીવાર પીરીયડ્સમાં આવે છે. ત્યારે તેની સાથે અણછાજતુ વર્તન કરવામાં આવે છે. રજસ્વલાનાં ૫-૭ દિવસો દરમિયાન તેને અપવિત્ર માનવામાં આવે છે. પરંતુ જો તરુણીઓ રજસ્વલા ન થાય તો તેનું સ્ત્રીત્વ અઘુરુ રહે છે અને માતા બનવાની લાક્ષણિકતા પણ ગુમાવે છે. એટલે એ દિવસો દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતા તરુણીઓ માટે એ લાભદાયી છે. માત્ર તેના માટે જ નહિં પરંતુ પરિવાર માટે પણ લાભદાયી હોય છે. ત્યારે જ્યારે તરુણીઓ પહેલીવાર રજસ્વલા થાય છે તેવા સમયે તેનામાં પરિપક્વતાની શરુઆત થાય છે અને ભારતના કેટલાંક આદર્શ સમા રાજ્યો છે જે આ દિવસને ઉત્સવની જેમ ઉજવે છે. અને તરુણીઓને તેના હોવાનું તેમજ આ દિવસનું મહત્વ સમજાવે છે. આ રાજ્યો એટલે કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આસામ જ્યાં વિવિધ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. જેમાં કર્ણાટકમાં પરિવારનાં સભ્યો અને પાડોશી ભેગા થઇ યુવતીની આરતી ઉતારી તેને કાળા તલ અને ગોળની એક ખાસ વસ્તુ જેને ‘ચિંગલી ઉંડે’ તરીકે ઓળખવામાં આવે છે તે ખવડાવે છે જેથી તેને બ્લીંડીગમાં કોઇ તકલીફ નથાય તેમજ અન્ય સભ્યોને નાળીયેર અને પાન આપવામાં આવે છે. જ્યારે તમિલનાડુમાં ‘મંજલ નિરટ્ટુ વિજહા’ ઉત્સવ તરીકે ઉજવાય છે. જેને લગ્નની જેમ ઉજવાય છે અને તરુણીને સીલ્કની સાડી પહેરાવવામાં આવે છે. અને કેરળમાં આ વિધિ કંઇક અલગ છે જેમાં તરુણીને ત્રણ દિવસ સુધી એક રુમમાં માત્ર એક લેમ્પની લાઇટ સાથે તેમજ એકપિત્તળના વાસણમાં નાળિયેરના ફૂલ સાથે રાખવામાં આવે છે આ સમય દરમિયાન જેટલાં ફૂલ ખીલે છે તેટલાં સંતાન થાશે તેવી માન્યતા છે તેમજ આસામમાં આ વિધિને ‘તુલોની લિયા’તરીકે ઉજવાય છે. જેમાં એ યુવતીને સાત પરિણિત મહિલા સ્નાન કરાવે છે અને તરુણીને દુલ્હનની જેમ તૈયાર કરે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.