Abtak Media Google News

શ્રીરામલલ્લાના અનોખા વધામણાં

અયોધ્યામાં  રામલલ્લાની પધરામણીથી સમગ્ર દેશ હર્ષોલ્લાસમાં છે. ત્યારે ગીર સોમનાથમાં  અનોખી ઉજવણી કરવામાં આવી છે.

151 હોડીઓ લઈ માછી મારોએ સોમનાથ નજીક શ્રીરામ મંદિર સામે મધદરિયે પૂજા કરીઆયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને સોમનાથના દરિયામાં માછીમારો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 151 બોટ લઈ માછીમારો સોમનાથ નજીક રામ મંદિરની સામેના દરિયાના ભાગે પહોંચ્યા હતા અને ત્યાં દરિયામાં તેઓએ જય શ્રીરામ ના નારા સાથે આરતી અને પૂજા કરી અનોખી રામભક્તી નોંધાવી હતી.આ તકે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ – પાટણ સમસ્ત હિન્દુ સેવા સમિતિનાં પ્રમુખ જીતુભાઈ કુહાડા સહિત સ્થાનિક માછીમાર આગેવાનો અને 151 હોડીધારકો સાથે પરિવારના સભ્યો પણ જોડાયા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.