Abtak Media Google News

ચોમાસાની શરૂઆતના ભારે વરસાદના માત્ર 30 કલાકમાં બે દરવાજા ખોલાયા

વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ દાદાની ભૂમિ સોમનાથ ટ્રસ્ટ, વેરાવળ-પાટણ પાણી પુરવઠા ગ્રામ યોજના, સિંચાઇ, ઔદ્યોગીક ગૃહોની વર્ષભરની જળ તૃષા તૃપ્ત કરતા હિરણ-2 ડેમ આ વર્ષે 28મી વખત તેની સ્થાપના વરસોમાં છલકાયો. મદદનીશ સિંચાઇ ઇન્જીનીંયર નિર્મલ સિંધલ કહે છે કે “તાલાલા પાસે ઉમરેઠી નજીક આ ડેમનું બાંધકામ 1976માં શરૂ થયું અને 1980થી પાણી ભરવાનું શરૂ થયું.

આ ડેમ માત્ર વર્ષ-2002 અને 2012માં છલકાયો ન હતો, બાકીના વરસોથી આ 28મી વખત છલકાયો, આ ડેમથી 23 ગામોને સિંચાઇનો લાભ મળે છે. પીવાના પાણી, ઔદ્યોગીક હેતુને આ ડેમ ભરાતા વર્ષભર પુરતું પાણી મળી રહેશે. જેથી રાષ્ટ્રીય સંપતિ વધશે અને ખેડૂતોને આર્થિક ફાયદો થશે. ચોમાસાની શરૂઆતમાં અને તે પણ માત્ર 30 કલાકમાં 89 ટકા ભરાયો અને હજુ પાણીની આવક ચાલુ છે.

ડેમ નીચાણવાળા વિસ્તારો નદીકાંઠા લાંબો સમય સુધી જળસભર રહેશે અને છેક સોમનાથ સુધીના ભૂર્ગભ જળ લેવલ ઊંચા આવશે. ડેમ 434 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલો છે અને હાલ જળ સંગ્રહ 34.545 મિલીયન ઘનમીટર છે.

ચોમાસું હજુ બાકી છે અને ડેમમાં પાણીની આવક પણ ચાલુ છે જેથી રૂલ લેવલ જાળવવા 89 ટકા પછીનું પાણી બે દરવાજા અડધો ફૂટ ખોલી વહાવી દેવાય છે. ચોમાસુ વિત્યા બાદ અને ડેમમાં નવું જળ આવવું બંધ થયા બાદ તે દરવાજા પાણી આવક ધ્યાને લઇ બંધ કરાશે અને 100 ટકા ડેમ સપાટી હેઠળ નિર્મલ સિંધલ એસ.જે.ગાધે સહિતના અધિકારી ઓ સ્ટાફ ડેમ ઉપર ખડે પગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.