Abtak Media Google News

ત્રીજા નોરતે નવરાત્રીનો રંગ ઘૂંટાયો: જૈન વિઝનના આંગણે મહાનુભાવોનો મેળો જામ્યો

150 ફૂટું રીંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે વિશાળ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલા સોનમ ગરબામાં રોજેરોજ ભક્તિ અને શક્તિનો રંગ ઘૂંટાય છે અને મોટી સંખ્યામાં જૈન પરિવારના ખેલૈયાઓ ગરબા રમી રહ્યા છે. જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં ગઈ કાલે બોલીવુડના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓ તેમની સાથે ગરબા રમ્યા હતા. સોનમ ગરબામાં આજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ત્રીજા નોરતાનું  મૂખ્ય આકર્ષણ આગામી મહીના મા પ્રસિદ્ધ થનાર ફિલ્મ  મોદીજી કી બેટી ના કલાકારો એ પ્રેક્ષકો ને મંત્ર મુગ્ધ કર્યા હતા જેમાં ફિલ્મ ના સ્ટાર કલાકાર અને પ્રોડયુસર અવની મોદી,તરુણ ખન્ના, વિક્રમ કોચર અને એડી સિંધ મૂખ્ય હતા આ કલાકારો મન મૂકી ને ખૈલેયા સાથે ઝુમ્યા હતા. જૈન વિઝન સોનમ નવરાત્રી મા  ત્રીજા નોરતે  વિશાળ સંખ્યા મા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય જનતા પક્ષ લીગલ સેલ ના સહ ક્ધવીનર  અનિલભાઇ દેસાઇ, જૈન અગ્રણી ગિરીશભાઇ ખારા , ભારત સ્ટીલ ના દર્શનભાઇ શાહ, બિલ્ડર જનીશભાઇ અજમેરા,વિભાશભાઇ શેઠ ,પ્રતિપાલસિંહ ગોહિલ , કામદાર ગૃપ ના મોભી દામીનીબેન કામદાર ,જય સિયારામ પેંડા વાળા રઘુનંદનભાઇ સેજપાલ,જયશ્રીબેન સેજપાલ,જયવંત સેજપાલ , રત્નાબેન સેજપાલ, જાણીતા ધારાશાસ્ત્રી કમલેશભાઇ શાહ,મહેતા ઓવરસીસ વાળા ચંદ્રકાંતભાઇ મહેતા,સરલાબેન મહેતા, રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ ના માનદમંત્રી કેતનભાઇ શેઠ,જૈન મહિલા અગ્રણી વિણાબેન શેઠ , જૈન યુવા ગૃપના હિમાંશુભાઇ કામદાર ડિમપલબેન કામદાર ,,જૈન અગ્રણી મયુરભાઇ શાહ,હિતેશભાઇ મહેતા,મનીષભાઇ મહેતા,મૂકેશભાઇ લાઠીયા, હિતેષભાઇ બાટવીયા ભરતભાઇ વખારિયા,વિજયભાઇ પારેખ, શિક્ષણ સમિતી ના ચેરમેન સંગીતાબેન છાયા,વોર્ડ નં -2 ના પ્રભારી મનુભાઇ વઘાસીયા, પૂર્વ કોર્પોરેટર નીતાબેન વઘાસીયા સાધના ભવન ના પ્રમુખ જીમીભાઇ શાહ સહિત ના આગેવાનો મોટી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજા નોરતે પોતાની આગવા રાસથી સોનમ ગરબામાં બાજી જૈન વિઝન સોનમ ગરબા મા આજરોજ આરતી ડેકોરેશન હરીફાઈ રાખવામા આવેલ હતી જેમાં વિજેતા તરીકે શાહ હિરલ , દોશી અર્ચના વિજેતા થયેલ હતા

આજના પ્રિન્સ તરીકે પ્રિયમ શાહ. મોહિત ગંગાડીયા સિધ્ધાર્થ દોશી જયારે પ્રિન્સેસ તરીકે અમી કોઠારી, પ્રિશા કોઠારી, દ્રષ્ટી વોરા જ્યારે વેલડ્રેસ મા  વિરલ કોઠારી , કૈવલ ગોડા જ્યારે વેલડ્રેસ ફિમેઇલ મા ખુશી મહેતા,કોમલ ખીલોસીયા  વિજેતા બનેલ હતા જ્યારે બાળકો મા જૈન વિઝન સોનમ ગરબા મા નિશાંત વોરા, ધાર્મી ટોલીયા અને વેલડ્રેસ મા વંશ જૈન અને કાવ્યા મહેતા વિજેતા થયેલ હતા  ઉપરોક્ત વિજેતાઓને ફિલ્મ મોદીજી કી બેટી  અવની મોદી તરુણ ખન્ના, વિક્રમ કોચર,એ ડી સિંઘ,વિનોદ મોદી તેમજ જયશ્રીબેન સેજપાલ,રઘુનંદન સેજપાલ , રત્નાબેન સેજપાલ ,જયવંત સેજપાલ,મનુભાઇ વઘાસીયા ,જય ખારા, જય કામદાર ના વરદહસ્તે સંખ્યાબંધ ભવ્ય ઇનામો થી નવાજવામા આવેલ હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.