Abtak Media Google News

બાબા રામદેવે આયુર્વેદ ઉદ્યોગમાં પતંજલિની સારી ઓળખાણ બનાવી લીધી છે. તો હવે કાપડ અને ટેક્સ સ્ટાઇલ ક્ષેત્રમાં વિદેશી કં૫નીઓનુ વર્ચસ્વ તોડવા માટે પતંજલિ મેદાનમાં ઉતરશે. ઘરેલું ઉત્પાદન અને અન્ય પ્રસાધનોમાં પહેલા જ પોતાનું વર્ચસ્વ જમાવી ચૂકેલી દેશી કં૫ની પતંજલિ ભવિષ્યમાં ટેક્સ સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં પોતાનો પગ જમાવશે. પતંજલિના ફાઉન્ડર બાબા રામદેવે જણાવ્યું હતું કે પતંજલિ અંડરવેરથી લઇને સ્પોટર્સવેર અને યોગવેર સાથે સાથેના કપડાઓનું નિર્માણ કરશે. બાબા રામદેવે કહ્યું હતું કે ભારતમાં ખાદ્ય તેલનું ૨ લાખ કરોડનું માર્કેટ છે અને મોટાભાગના ખાદ્ય તેલ પદાર્થોમાં વિદેશી માર્કેટનો કબ્જો છે. અદાણી જેવી ભારતીય કં૫ની પણ અડધો હિસ્સો વિદેશી રોકણ ધરાવે છે. માટે બાબા વિદેશી છોડીને સ્વદેશી અપનાવમાં લોકોને પ્રેરીત કરવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.