Abtak Media Google News

ટ્રસ્ટ પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પરૂપ લઘુરૂદ્ર યજ્ઞથી ધર્મમય માહોલ

સોમનાથના વિશ્ર્વ પ્રસિધ્ધ ધર્મધામમાં વિક્રમ સંવત 2079 અંતિમ ચરણમાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે. સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ બની છે તેમાં પણ દીપાવલી પર્વ પર સંવત 2079 ની અંતિમ માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટની 122મી બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવાયેલ સંકલ્પ અનુસાર પ્રત્યેક માસિક શિવરાત્રી પર હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક 121 રૂદ્રી પાઠ કરાવીને પાઠાત્મક મહારુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક મહારુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

સાથે જ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના 10:00 કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો તેમજ ભાવિકો જોડાયા હતા.

માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે સંવત 2079 ની અંતિમ માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.