Abtak Media Google News

ડામર ક્ધટેન્ટ ચકાસણી માટે 378 સેમ્પલ લેવાયા : સેમ્પલ ફેઈલમાં કોન્ટ્રાકટરનું પેમેન્ટ કાપી લેવા મ્યુનિ.કમિશ્નરનો આદેશ

 

અબતક, રાજકોટ

રાજકોટમાં રોડ રસ્તાના કામો કરવા માટે દર વર્ષે મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચેો કરવામાં આવે છે પરંતુ સામાન્ય વરસાદમાં ડામર તુટી જતો હોવાના કારણે રાજમાર્ગોની હાલત ગામડાના રસ્તાથી પણ બદતર થઈ જાય છે. ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં તુટેલા રાજમાર્ગોને ટનાટન કરવાની કામગીરી હાલ તમામ ઝોનમાં ચાલી રહી છે. રસ્તાના કામમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલતો હતો હશે તેનો બોલતો પુરાવો મળી રહ્યો છે. ખુદ મહાપાલિકા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ડામરના લેવાયેલા કુલ 378 સેમ્પલમાંથી 14 સેમ્પલ પરીક્ષણમાં ફેઈલ ગયા છે. જે કેસમાં કોન્ટ્રાકટરનું સંપૂર્ણ પેમેન્ટ કાપી લેવા માટે મ્યુ.કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

પાલિકાના ત્રણેય ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં ડામર રોડ તથા ડામર રોડ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં ડામર રોડ કામની સારી ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડામર રોડ અને ડામર રોડ પેચવર્કની ચાલતી કામગીરી દરમ્યાન કુલ 378 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે પૈકી 14 સેમ્પલ ફેઈલ થયા છે અને ફેઈલ થયેલા સેમ્પલ અનુસંધાને 14 ગાડીનું સંપૂર્ણ પેમેન્ટ કપાત કરવા મ્યુનિ.કમિશ્નર અમિત અરોરાએ આદેશ કર્યો છે.

મ્યુનિ.કમિશનર એ વધુ માહિતી આપતાં જણાવ્યું કે, શહેરમાં ડામર રોડ અને ડામર રોડ પેચવર્ક કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તા.1-04-2021 થી તા.30-11-2021 સુધીમાં ત્રણેય ઝોનમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 378 સેમ્પલ, ડામર ક્ધટેન્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 3 64 સેમ્પલમાં ડામર ક્ધટેન્ટની મર્યાદા પ્રમાણે મળી આવતાં સેમ્પલ પાસ થયેલ છે તેમજ  14 સેમ્પલ બીન્ડર ક્ધટેન્ટ ટેસ્ટમાં ફેઈલ થયેલ છે. જે ફેઈલ થયેલ સેમ્પલ માટે 14 ગાડીનું સંપૂર્ણ પેમેન્ટ કપાત કરવાનો મ્યુનિ.કમિશનરે આદેશ કર્યો છે.

અગાઉ કયારેય મહાપાલિકા દ્વારા ડામરના કેટલા સેમ્પલ લેવાયા અને તે પૈકી કેટલા સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયા તે જાહેર કરવામાં આવ્યું નથી. પ્રથમ વખત છેલ્લા સાત માસ દરમ્યાન લેવાયા ડામરના સેમ્પલનો આંક અને પરીક્ષણમાં ફેઈલ ગયેલા સેમ્પલનો આંક પણ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ કંઈ એજન્સીના કેટલા ડામરના નમુના ફેઈલ થયા તેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી જે પણ શંકા ઉપજાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.