Abtak Media Google News
  • મુંબઈની તાજમહાલ હોટલમાં ખેલ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રમુખ જયદેવભાઈ શાહ ને એવોર્ડ અર્પણ

સૌરાષ્ટ્રના ક્રિકેટ સહિતના ખેલ પ્રેમીઓમાં માનવન્તુ સ્થાન ધરાવતા સૌરાષ્ટ્ર કે એસોસિયેશન ને વર્ષ 2024 નો પ્રતિષ્ઠિત સ્પોર્ટસ્ટારએસેસએવોર્ડએનાયત કરવામાં આવ્યું વર્ષ 2022 23 માં સ્થાનિક ક્રિકેટ માં એકલવીર સાબિત થયેલા સૌરાષ્ટ્ર વિજય હજારે ટ્રોફી અને અંડર 25 ટ્રોફી માં વિજય મેળવતા વર્ષ 2024 નો સ્પોર્ટસ્ટારએસેસએવોર્ડ અપાયો હતો મુંબઈની તાજમહાલ હોટલ ખાતે યોજાયેલા એવોર્ડ સેરેમની માં ઝૂરી તરીકે ઉપસ્થિત રહેલા સુનીલ ગાવસકરે સતત પણે વિકાસમાં યોગદાન આપનાર અને ઘરેલુ ક્રિકેટરો અને ક્રિકેટને પ્રોત્સાહન આપનાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના બેસ્ટ પર્ફોર્મન્સ ની સરાહના કરી હતી.

સૌરાષ્ટ્ર એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ એ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારી પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે હું જુરી મેમ્બર, સ્પોર્ટ્સ સ્ટાર અને હિન્દુ ગ્રુપને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને બેસ્ટ સ્ટેટ એવોર્ડ ની પસંદગી માટે આભાર માનું છું .

નિરંજનભાઇ શાહ સ્પોર્ટ્સના અંતરમાળખાકીય સુવિધાઓને વિશ્વ કક્ષા નું સ્ટાન્ડર્ડ આપવાના ભીષ્મપિતામાં છે, તેમના યોગદાન થી અમે આ શ્રેય પ્રાપ્ત કર્યો. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન દ્વારા લગાતાર સતત પણે રણજી ટોફી ના વિજય ની પરંપરા અમારા માટે પ્રેરણા બની છે ક્રિકેટના ગુરુ સુનિલ ગાવસ્કર ના માર્ગદર્શન હેઠળ દેશના ક્રિકેટ જગતે અનેક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ માં એવોર્ડ મેળવ્યા છે તે અમારા માટે પ્રેરણા બન્યા છે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રણજી ટ્રોફી ના ઉત્કૃષ્ટ દેખાવને એવોર્ડ માત્ર વિજય નો પ્રતીક નથી પરંતુ ઘરેલુ ક્રિકેટ માટેના અમારા યોગદાનની પ્રતિબધતાનું પ્રતીક છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા વર્ષ 2022 23 માં ઘરેલુ ક્રિકેટ જંગ માં રણજી ટ્રોફી વિજય હજારે ટ્રોફી અને અંડર 25 ટ્રોફી જીતી હેટ્રિક્સ સરજી હતી તે બદલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સ્પોર્ટસ્ટારએસેસએવોર્ડ2024 થી નવાજવામાં આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.