Abtak Media Google News

કોથળા દોડ, રિલે-રેસ, લીંબુ ચમચી જેવી રમતોમાં બાળકોનું પ્રદર્શન નિહાળી વાલીઓમાં આનંદ

રાજકોટના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે પાઠક સ્કુલ દ્વારા સ્પોર્ટસ-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રિપગી દોડ, લીંબુ ચમચી, પોટેટો રેસ, કોથળા દોડ, વિઘ્ન દોડ, રિલે રેસ, લોટફુંક જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.Vlcsnap 2019 02 06 10H43M52S164

આ કાર્યક્રમમાં સ્કુલના પ્રિન્સીપાલ કલ્પનાબેન, સૌરાષ્ટ્ર શિક્ષણ વિભાગના અધ્યક્ષ ભરત રામાનુજ, અતુલભાઈ બલદેવ સહિતનાઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને રમતોનું મહત્વ સમજાવ્યું હતું.

સારા પરિણામ માટે શારીરિક પ્રવૃતિ પણ જરૂરી: અતુલ બળદેવVlcsnap 2019 02 06 10H43M38S21

ભાર વગરના ભણતર માટે પાઠક સ્કુલ પ્રતિષ્ઠા ધરાવે છે. વિદ્યાર્થીઓ આખો દિવસ ભણવાના બદલે સાથે સાથે અલગ-અલગ પ્રવૃતિઓમાં ભાગ લે છતાં પણ સરસ રીઝલ્ટ લાવે આ પ્રકારની પ્રતિષ્ઠા આખા રાજકોટમાં પાઠક સ્કુલની છે.જેનું તન તંદુરસ્ત એનું મન તંદુરસ્ત એ પ્રણાલીને અમે સાથે રાખીને આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે.જેમાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અભ્યાસ ઉપરાંત શિક્ષણના મુલ્યો પણ ઓળખવા જોઈએ: ભરતભાઈ રામાનુજVlcsnap 2019 02 06 10H43M46S99

હું શિક્ષણ વિભાગના અધિકારી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવુ છું. પાઠક સ્કુલના ટ્રસ્ટી અતુલભાઈ બલદેવે આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારી દષ્ટિએ પ્રવર્તમાન યુગની અંદર શિક્ષણમાં મુલ્યોની આવશ્યકતા દેખાય છે ત્યારે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની અંદર રમત-ગમત, સંગીત, ચિત્રો જેવા હૃદયને વિકાસ કરી શકે એવા વિષયોને વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ એવી ભાવનાથી આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.