Abtak Media Google News

કોરોનાની મહામારીને નાથવા મહાપાલિકાનો મહાપુરુષાર્થ: અંદાજીત ૩ હજાર લીટરથી વધુ સોડીયમ હાઈપો ક્લોરાઈડ દવા અને ૧૦ લાખ લીટરથી વધુ પાણીનું મિશ્રણ કરીને દવાનો છંટકાવ કરાયો

હાલ વિશ્વના ગણ્યા ગાઠયા દેશોને બાદ કરતા મહાસત્તાઓ સહિત સમગ્ર વિશ્વને કોરોના વાઇરસની મહામારીએ પોતાના અજગર ભરડામાં બંધી લીધેલ છે. આ મહામારીને નાથવા તમામ ક્ષેત્રે અથાર્ગ પુરુષાર્થ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, ભારતભરમાં રાજકોટ પ્રથમ એવું શહેર છે કે જેમાં શહેરના નાના મોટા તમામ વિસ્તારોમાં સોડીયમ હાઈપો ક્લોરાઈટ દવા અને પાણીનું મિશ્રણ કરી પ્રોટેક્ટર ટાઈપના ૧૮ મશીનો દ્વારા શહેરના તમામ રોડ રસ્તા અને શેરી ગલીઓ સેનીટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ પણ આ કામગીરી ચાલુ છે. આ હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયરથી દવાનું છંટકાવ કરવાનું તા.૨ એપ્રિલથી શરૂ કરવામાં આવેલ છે. જે આજ દિવસ સુધી સતત ચાલુ છે, અને હજુ જરૂર પડ્યે ૧૦ થી ૧૫ દિવસ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

તા.૨ એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલ આ કામગીરી અંતર્ગત ગઈકાલ તા.૬/૦૪/૨૦૨૦ સુધીમાં શહેરના ૧૮ વોર્ડના અંદાજે ૧૦૯૭.૦૯ કિલોમીટરના રસ્તા ગલીઓ આવરી લેવામાં આવેલ છે. જેમાં તા.૦૩/૦૪/૨૦૨૦ના રોજ ૨૬૧.૩૦ કિલોમીટર, તા.૦૪/૦૪/૨૦૨૦ના રોજ ૨૮૬ કિલોમીટર, તા.૦૫/૦૪/૨૦૨૦ના ૨૬૨.૯૦ કિલોમીટર તથા તા.૦૬/૦૪/૨૦૨૦ના રોજ ૨૮૭.૭૦ કિલોમીટર રસ્તા, શેરીઓ આવરી લેવામાં આવેલ છે. આજે પણ વિવિધ વિસ્તારમાં આ કામગીરી ચાલુ છે. લોકડાઉનના આ સમય દરમ્યાન નગરજનો તરફથી તંત્રને મળી રહેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ કહ્યું હતું કે, કોરોના સામેની આ લડાઈમાં ૧૮ મશીન આપનાર તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લી. ૯૦૦૦ લીટર દવા વિનામુલ્યે આપનાર અમિતભાઈ ઘોડાસરા તથા સમગ્ર શહેરમાં કામગીરી કરી રહેલા મહાનગરપાલિકા તથા કંપનીના કર્મચારીઓ અધિકારીઓ પણ ધન્યતાને પાત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.