Abtak Media Google News

રાજકોટના પેલેસ રોડ ખાતે શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરી.ટ્રસ્ટ દ્વારા સોની સમાજના જરુરીયાત મંદ પરીવારોને દર મહીનાના પહેલા રવિવારે વિના મૂલ્યે અનાજ સહાય આપવામાં આવે છે તેમજ સોની જયાબેન ભાઇચંદભાઇ પારેખ પરિવાર ચેરી. ટ્રસ્ટ દ્વારા સોની સમાજની વિધવા બહેનોને દર મહીને ‚રૂ. ર૦૦ ની રોકડ સહાય આપવામાં આવે છે. આ વિનામૂલ્યે સહાયનો દર મહીને લગભગ ૧૦૦ જેટલા પરીવારો લાભ લે છે ઉપરાંત સોની સમાજની ૭૫ જેટલી વિધવા બહેનોએ આ સહાયનો લાભ લીધો છેે.55

દીલીપભાઇ આડેસરા (સોની સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટ સભ્ય) એ કહ્યુ હતું કે, આ સંસ્થાની સ્થાપના સાત વર્ષ પહેલા થઇ હતી. આ સંસ્થા દ્વારા સોની સમાજના જરુરીયાત મંદને દર મહીને અનાજ આપીએ છીએ છીએ તેમજ સોની જયાબેન ભાઇચંદભાઇ પારેખ પરીવાર ચેરી. ટ્રસ્ટ દ્વારા અમારા સમાજના વિધવા બહેનોને દર મહીને ૨૦૦ રૂ. આપીએ છીએ. આ ઉપરાંત શિયાળામાં બ્લેન્કેટ, ઉનાળામાં સાડી, કેરી, તેમજ જીવન જરુરીયાતની વસ્તુઓ આપી સહાય કરીએ છીએ. અમારો ઉદ્દેશ એટલો જ છે કે જરુરીયાત મંદ પરીવારને સહાય કરી શકીએ આ વિના મૂલ્યે સહાયતો દર મહીને ર૦૦ જેટલા પરીવારો લાભ લે છે તેમજ ૭૫ જેટલી વિધવાબહેનોને પણ લાભ મળે છે.

555

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.